________________
શતક–૮ : ઉદ્દેશક-૧
3
શતક-૮ : ઉદ્દેશક-૧
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં પુદ્ગલના ભેદ-પ્રભેદ, તેનું પરિણમન અને તેના અલ્પબહુત્વનું વિસ્તૃત વર્ણન છે. પુદ્ગલનું પરિણમન ત્રણ પ્રકારે થાય છે—
(૧) પ્રયોગપરિણત પુદ્ગલ ઃ– જીવના પ્રયત્નથી પરિણત થયેલા પુદ્ગલોને પ્રયોગ પરિણત પુદ્ગલ કહે છે. યથા– શરીરાદિ.
અનાદિકાલીન સંસાર પરિભ્રમણમાં જીવભિન્ન ભિન્ન ગતિમાં, ભિન્ન ભિન્ન જાતિમાં, વિવિધ શરીર, ઇન્દ્રિયાદિ ધારણ કરે છે, તે વિવિધ પ્રકારના પુદ્ગલોને ગ્રહણ કરીને પરિણમાવે છે. સૂત્રકારે આ વિષયને નવદંડકના માધ્યમથી સમજાવ્યો છે. (૧) જીવોના ભેદ-પ્રભેદ (૨) તે સર્વના પર્યાપ્ત-અપર્યાપ્ત (૩) જીવોના શરીર (૪) ઇન્દ્રિય (૫) શરીર અને ઇન્દ્રિય (૬) જીવોના ભેદમાં વર્ણાદિ ૨૫ બોલ (૭) શરીરમાં વર્ણાદિ ૨૫ બોલ (૮) ઇન્દ્રિયોમાં વર્ણાદિ ૨૫ બોલ (૯) શરીર અને ઇન્દ્રિયમાં વર્ણાદિ ૨૫ બોલ. આ સર્વ અપેક્ષાએ જીવના પ્રયત્નથી(પ્રયોગથી) પુદ્ગલ પરિણત થાય છે.
(૨) મિશ્ર પરિણત પુદ્ગલ : । :– જીવ દ્વારા છોડેલા પુદ્ગલો જ્યાં સુધી વિસસા પરિણામને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે મિશ્ર પરિણત કહેવાય છે. મિશ્ર પરિણત પુદ્ગલમાં પ્રયોગ અને વિસસાનું મિશ્રણ હોય છે. યથા– મૃત કલેવરાદિ. તેમાં પૂર્વનો જીવ-પ્રયોગ છે છતાં સમયે-સમયે શીર્ણ થતાં પુદ્ગલો વિસસા પરિણત થતાં રહે છે અર્થાત્ જીવ દ્વારા છોડેલા શરીરમાં સ્વાભાવિક રીતે પુદ્ગલોનો ચય અને ઉપચય થાય છે, તેને મિશ્ર પરિણત પુદ્ગલ કહે છે.
પ્રયોગ પરિણત પુદ્ગલના જેટલા ભેદ છે તેટલા જ મિશ્ર પરિણત પુદ્ગલના પણ ભેદ થાય છે. (૩) વિસસા પરિણત પુદ્ગલ ઃ– જીવના પ્રયત્ન વિના સ્વાભાવિક રીતે પરિણત થતાં પુદ્ગલોને વિસસા પરિણત પુદ્ગલ કહે છે. યથા– મેઘધનુષ આદિ.
તેના પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાનની અપેક્ષાએ ૨૫ ભેદ થાય છે. વિસ્તારથી ભેદ કરતાં તેના ૫૩૦ ભેદ થાય છે.
એક દ્રવ્ય પરિણત પુદ્ગલ ઃ– પ્રયોગ પરિણત અને મિશ્ર પરિણત પુદ્ગલમાં મન, વચન, કાયાના ત્રણ યોગ અથવા વિસ્તારથી પંદર યોગ તેમજ તેના સરંભ, સમારંભ, આરંભ, અસરંભ, અસમારંભ અને અનારંભની અપેક્ષાએ પણ અનેક ભેદ પ્રભેદ થાય છે.
બે દ્રવ્ય પ્રયોગ પરિણત ઃ– જીવના પ્રયત્નથી બે પરમાણુના અથવા બે સ્કંધના વિવિધ પ્રકારના પરિણમનને