________________
|
૨
|
શ્રી ભગવતી સૂત્ર-૩
વિરહકાલ ઇત્યાદિ વિષયોનું વર્ણન છે. નવમા ઉદ્દેશકમાં વિસસાબંધ, પ્રયોગબંધ, શરીરબંધ, શરીરપ્રયોગ બંધ અને તેના ભેદ-પ્રભેદ, બંધક-અબંધક તથા તેનું અલ્પબદુત્વ વગેરે વિષયોનું પ્રતિપાદન છે. દશમા ઉદ્દેશકમાં અન્યતીર્થિકોના મતનું નિરાકરણ તેમજ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાઓનો પરસ્પર સંબંધ અને તેનું ફળ, પુદ્ગલ પરિણામના ભેદ-પ્રભેદ, પુલાસ્તિકાયના એક પ્રદેશથી અનંતપ્રદેશ સુધીના આઠ ભંગ અને આઠ કર્મ પ્રકૃતિઓ, તેના અવિભાગ પરિચ્છેદ, તેનાથી આવેષ્ટિત-પરિવેષ્ટિત સમસ્ત સંસારી જીવો અને કર્મોના પરસ્પર સહભાવ વગેરે વિભિન્ન વિષયોની વક્તવ્યતા છે.