________________
શતક-૮
_
શતક - ૮ |
જે પરિચય છે આ શતકમાં દશ ઉદ્દેશક છે. તેમાં વિવિધ વિષયો છે, તે આ પ્રમાણે છેપ્રથમ ઉદેશકમાં પુદ્ગલોના ત્રણ પ્રકારોનું વિસ્તૃત વર્ણન છે. તેમજ એક, બે, ત્રણ, ચાર આદિ દ્રવ્યોના પરિણમનનું અને અંતે પરિણામોની દષ્ટિએ પુદ્ગલોના અલ્પબદુત્વનું નિરૂપણ છે.
બીજા ઉદ્દેશકમાં આશીવિષના મુખ્ય બે પ્રકાર દર્શાવીને આશીવિષવાળા જીવોનું અને તેના વિષના સામર્થ્યનું વર્ણન છે તથા છદ્મસ્થજ્ઞાનના અવિષયભૂત અને કેવળજ્ઞાનના વિષયભૂત ૧૦ સ્થાન, જ્ઞાન-અજ્ઞાનનું સ્વરૂપ, તેના ભેદ-પ્રભેદ, ૨૪ દંડકના જીવોમાં તેનું અસ્તિત્વ, તેમજ જ્ઞાની અને અજ્ઞાનીનું અનેક અપેક્ષાએ કથન ઇત્યાદિ વિષયોનું નિરૂપણ છે.
ત્રીજા ઉદ્દેશકમાં સંખ્યાતજીવિક, અસંખ્યાતજીવિક અને અનંતજીવિક વૃક્ષોનું, રત્નપ્રભા પૃથ્વી આદિના ચમત્વ અને અચરમ– આદિનું પ્રતિપાદન છે. ચોથા ઉદ્દેશકમાં ક્રિયાઓ તથા તેના ભેદ-પ્રભેદનું અતિદેશપૂર્વક કથન છે. પાંચમા ઉદ્દેશકમાં સામાયિકમાં સ્થિત શ્રાવકની સામગ્રી પર કોનો અધિકાર છે? તે વિષયના સ્પષ્ટીકરણ સાથે શ્રાવકવ્રતના ૪૯ ભાંગા તથા આજીવિકોપાસકોના નામ,સિદ્ધાંત, આચાર-વિચાર અને તેઓથી શ્રમણોપાસકતાની વિશેષતા તથા ચાર પ્રકારના દેવલોક ઇત્યાદિ વિષયોનું કથન
છઠ્ઠા ઉદ્દેશકમાં તથારૂપના શ્રમણ-માહણને પ્રાસુક-અપ્રાસુક, એષણીય-અષણીય આહારદાનથી શ્રમણોપાસકોને થતો લાભ, ગૃહસ્થ દ્વારા સ્વયં સ્થવિરના નિમિત્તે આપેલા આહાર પિંડ કે પાત્રાદિની ઉપભોગ-મર્યાદા, અકૃત્યસેવી છતાં આરાધના તત્પર સાધુ-સાધ્વીની આરાધકતા અને એક અથવા અનેક જીવોને અન્યના એક અથવા અનેક શરીરોની અપેક્ષાએ થનારી ક્રિયા વગેરે વિષયોનું નિરૂપણ છે. સાતમા ઉદેશકમાં અદત્તાદાન વિષયક અન્યતીર્થિકો દ્વારા સ્થવિરો પરના આક્ષેપો, સ્થવિરો દ્વારા તેના પ્રત્યુત્તર અને ગતિપ્રપાતના પાંચ ભેદ વગેરેનું કથન છે. આઠમા ઉદ્દેશકમાં પ્રત્યેનીકોના ભેદ-પ્રભેદો, પાંચ પ્રકારના વ્યવહાર, ઐર્યાપથિક અને સાંપરાયિક કર્મબંધ, રર પ્રકારના પરીષહ, ઉદય, અસ્ત અને મધ્યાહ્ન સમયે સૂર્યની દૂરી અને નિકટતા, માનુષોત્તર પર્વતની અંદર અને બહારના જ્યોતિષી દેવો તથા ઇન્દ્રોમાં ઉપપાત સંબંધી