________________
शत-१२ : देश-१
| ४९
ભાવાર્થ :- ત્યારે પુષ્કલી શ્રાવક શંખ શ્રમણોપાસક પાસેથી પૌષધશાળામાંથી નીકળ્યા, નીકળીને શ્રાવસ્તી નગરીની મધ્યમાંથી થઈને જ્યાં તે શ્રાવકો હતા, ત્યાં તેની પાસે પહોંચ્યા અને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો! શંખ શ્રાવકે આહાર-પાણી રહિત પૌષધ અંગીકાર કરી લીધો છે, તેમણે કહ્યું છે કે તમે તમારી ઇચ્છાનુસાર આહાર સહિત પૌષધ કરો. શંખ શ્રાવક આવશે નહીં. ત્યારે તે શ્રાવકોએ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું આસ્વાદન કરીને આહાર સહિત પૌષધ કર્યો. શંખ અને અન્ય શ્રાવકોનું પ્રભુ પાસે ગમન - |१३ तएणं तस्स संखस्स समणोवासगस्स पुव्वरत्ता-वरत्तकालसमयसि धम्मजागरियं जागरमाणस्स अयमेयारूवे जाव समुप्पज्जित्था- सेयं खलु मे कल्लं पाउप्पभायाए रयणीए जाव उट्ठियम्मि सूरे सहस्स रस्सिम्मि दिणयरे तेयसा जलंते समणं भगवं महावीरं वंदित्ता णमंसित्ता जाव पज्जुवासित्ता तओ पडिणियत्तस्स पक्खियं पोसह पारित्तए त्ति कटु एवं संपेहेइ, एवं संपेहेत्ता कल्लं जावजलंते पोसहसालाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सुद्धप्पावेसाई मंगल्लाइं वत्थाई पवरपरिहिए सयाओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता पायविहारचारेणं सावत्थि णयरिं मज्झमज्झेणं जाव पज्जुवासइ । ભાવાર્થ - શંખ શ્રાવકને રાત્રિના પાછલા પ્રહરમાં ધર્મ જાગરણ કરતાં આ પ્રકારનો વિચાર આવ્યો કે “કાલે રાત્રિ વ્યતીત થતાં, પ્રાતઃકાલે સહસ્ર કિરણોથી યુક્ત સૂર્યોદય થતાં, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને, તેમની પર્યાપાસના કરીને, ત્યાંથી પાછા ફરીને, પાક્ષિક પૌષધને પૂર્ણ કરવો તે મારા માટે શ્રેયસ્કર છે.” આ પ્રકારનો વિચાર કરીને તે બીજે દિવસે પ્રાતઃકાલે સૂર્યોદય થતાં, પૌષધશાળામાંથી બહાર નીકળ્યા. બહાર નીકળીને, બહાર જવા યોગ્ય શુદ્ધ તથા મંગલ રૂ૫ વસ્ત્રોને ઉત્તમ પ્રકારે પરિધાન કરીને, પોતાના ઘેરથી નીકળ્યા. પગે ચાલીને શ્રાવસ્તી નગરીની મધ્યમાં થઈને યાવતુ ભગવાનની સેવામાં પહોંચી ભગવાનની પર્યાપાસના કરવા લાગ્યા. १४ तएणंतेसमणोवासगा कल्लंपाउप्पभायाए जावउट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि जलते ण्हाया जाव अप्पमहग्घाभरणालंकिय सरीरा सएहिं सएहिं गेहेहितो पडिणिक्खमति, पडिणिक्खमित्ता एगयओ मेलायति, एगयओ मेलायित्ता पायविहारचारेणं जावपज्जुवासंति। तएणं समणे भगवं महावीरे तेसिं समणोवासगाणं तीसे य महइमहालियाए परिसाए धम्म परिकहेइ जाव आणाए आराहए भवइ । ભાવાર્થ - તે પુષ્કલી આદિ સર્વ શ્રાવકો બીજે દિવસે પ્રાતઃકાલે સૂર્યોદય થતાં સ્નાનાદિ કરીને યાવત્ શરીરને અલ્પભારવાળા બહુ મૂલ્યવાન અલંકારોથી અલંકૃત કરીને, પોત-પોતાના ઘેરથી નીકળ્યા અને