________________
શ્રી ભગવતી સૂત્ર–૩
એક સ્થાન પર એકત્રિત થયા, એકત્રિત થઈને પગે ચાલી ભગવાનની સેવામાં પહોંચ્યા અને પૂર્વવત્ પ્રભુની પર્યુપાસના કરવા લાગ્યા. ત્યારપછી ભગવાને તે મહાપરિષદને અને તે શ્રાવકોને ધર્મકથા કહી યાવત્ આગાર અને અણગાર ધર્મની આરાધના કરનાર આજ્ઞાના આરાધક થાય છે તેવો ધર્મોપદેશ આપ્યો.
૫૦
१५ तएणं ते समणोवासगा समणस्स भगवओ महावीरस्स अंतियं धम्मं सोच्चा णिसम्म हट्ठतुट्ठा उट्ठाए उट्ठेति, उट्ठेत्ता समणं भगवं महावीरं वंदति णमसंति, वंदित्ता णमंसित्ता जेणेव संखे समणोवासए तेणेव उवागच्छंति उवागच्छित्ता संखं समणोवासयं एवं वयासी- तुमं देवाणुप्पिया ! हिज्जो अम्हे अप्पणा चेव एवं वयासी- तुम्हे
देवाप्पिया ! विलं असणं पाणं खाइमं साइमं जाव विहरिस्सामो, तरणं तुमं पोसहसालाए जाव विहरिए, तं सुठु णं तुमं देवाणुप्पिया ! अम्हे हीलसि ।
ભાવાર્થ:- તે સર્વ શ્રાવકો શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મોપદેશ સાંભળીને, હૃદયમાં ધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થયા. ત્યાર પછી ઊભા થઈને ભગવાનને વંદન-નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને શંખ શ્રાવક પાસે આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા– હે દેવાનુપ્રિય ! ગઈકાલે આપે અમોને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરવાનું કહ્યું હતું અને આપણે અશનાદિ સહિતનો પૌષધ કરીશું, તે પ્રમાણે કહ્યું હતું. તે પ્રમાણે અમે અશનાદિ તૈયાર કરાવ્યું, પરંતુ પછી આપ આવ્યા નહીં અને આપે આહાર રહિતનો પૌષધ કર્યો. હે દેવાનુપ્રિય ! આપે આ યોગ્ય કર્યું નથી. આપે અમારી સારી હાંસી કરી.
१६ अज्जो ! त्ति समणे भगवं महावीरे ते समणोवासए एवं वयासी- माणं અખો ! તુલ્મે સંવં સમનોવાસય હીહ, ળિવદ, વિસહ, રહહ, અવમળહ, संखे णं समणोवासए पियधम्मे चेव, दढधम्मे चेव, सुदक्खुजागरियं जागरिए ।
ભાવાર્થ :- (તે શ્રાવકોએ આ પ્રકારનો વચન વ્યવહાર કર્યો ત્યારે) શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું– હે આર્યો ! તમે શંખ શ્રાવકની હિલના, નિંદા, ખિંસના, ગર્હા અને અપમાન ન કરો કારણ કે શંખ શ્રાવક પ્રિયધર્મા અને દઢધર્મા છે. તેણે પ્રમાદ અને નિદ્રાનો ત્યાગ કરીને ઉત્તમ ધર્મજાગરણા કરી છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શંખ અને અન્ય શ્રાવકોનો વાર્તાલાપ છે. શંખનો વ્યવહાર અન્ય શ્રાવકોને અપમાન જનક લાગ્યો. પરંતુ પ્રભુએ હિતશિક્ષાપૂર્વક સત્ય તત્ત્વ સમજાવ્યું કે કોઈ વ્યક્તિ અલ્પત્યાગ માટે તૈયાર થાય, પરંતુ સમયાંતરે તેના પરિણામો વિશુદ્ધ-વિશુદ્ધતર થાય અને તે વિશેષ ત્યાગ માટે તૈયાર થઈ જાય અને ત્યાગ કરે, તો તે ત્યાગી નિંદનીય કે તિરસ્કરણીય નથી પરંતુ પ્રશંસનીય અને અનુમોદનીય છે. આ કથન દ્વારા પ્રભુએ જીવન વ્યવહારની સમાધાનકારક વ્યવહારની રીત પ્રદર્શિત કરી છે.