________________
|
४८ ।
श्री भगवती सूत्र-3
समणोवासए तेणेव उवागच्छइ, उवागच्छित्ता गमणागमणाए पडिक्कमइ, पडिक्कमित्ता संखं समणोवासयं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया! अम्हहिं से विउले असणे पाणे खाइमे साइमे उवक्खडाविए, तं गच्छामो णं देवाणुप्पिया! तं विउलं असणं पाणं खाइमं साइमं आसाएमाणा जाव पडिजागरमाणा विहारामो । ભાવાર્થ - ત્યારે પુષ્કલી શ્રાવક જ્યાં પૌષધશાળા હતી, જ્યાં શંખ શ્રાવક હતા, તેની સમીપે આવ્યા; ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું; કરીને શંખ શ્રાવકને વંદન-નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! આપણે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવ્યું છે, તેથી હે દેવાનુપ્રિય! આપણે જઈએ અને તે આહારાદિનું આસ્વાદન કરીને પૌષધ કરીએ. ११ तएणं से संखे समणोवासए पोक्खलिं समणोवासयं एवं वयासी- णो खलु मे कप्पइ देवाणुप्पिया! तं विउलं असणं पाणं खाइमं साइमं आसाए माणस्स जाव पडि जागरमाणस्स विहरित्तए; कप्पइ मे पोसहसालाए पोसहियस्स जाव पडिजागर- माणस्स विहरित्तए । तं छंदेणं देवाणुप्पिया ! तुब्भे तं विउलं असणं पाणं खाइमं साइमं आसाएमाणा जाव विहरह । ભાવાર્થ - ત્યારે શંખ શ્રાવકે પુષ્કલી શ્રાવકને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! આહારાદિનું આસ્વાદન કરીને, પૌષધ કરવો તે મારા માટે યોગ્ય નથી, મારા માટે અહીં પૌષધશાલામાં ઉપવાસ યુક્ત પૌષધની આરાધના કરવી યોગ્ય છે. કારણ કે મેં આહાર-પાણી રહિતનો પૌષધ અંગીકાર કર્યો છે. માટે તમે સહુ પોતાની ઇચ્છાનુસાર વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું આસ્વાદન અને સેવન કરીને યાવત્ પાક્ષિક પૌષધની આરાધના કરો; આહાર સહિતનો પૌષધ કરો. અન્ય શ્રાવકો દ્વારા આહારયુક્ત પૌષધનું અનુપાલન :१२ तएणं से पोक्खली समणोवासए संखस्स समणोवासगस्स अंतियाओ पोसहसालाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सावत्थि णयरिं मज्झं-मज्झेणं जेणेव ते समणोवासगा तेणेव उवागच्छइ, उवागच्छित्ता ते समणोवासए ए वं वयासी- एवं खलु देवाणुप्पिया! संखे समणोवासए पोसहसालाए पोसहिए जाव विहरइ, तं छदेणं देवाणुप्पिया ! तुब्भे विउलं असणं पाणं खाइमं साइम जाव विहरह, संखे णं समणोवासए णो हव्वमागच्छइ । तएणं ते समणोवासगा तं विउलं असणं पाणं खाइमं साइमं आसाएमाणा जाव विहरति ।