________________
शत-१२ : 6देश -१
લાગ્યા- હે દેવાનુપ્રિયો ! આપણે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ આહાર તૈયાર કરાવ્યા છે. પરંતુ હજી શંખ શ્રમણોપાસક આવ્યા નથી. માટે હે દેવાનુપ્રિય! તે શ્રેષ્ઠ છે કે આપણે શંખ શ્રમણોપાસકને બોલાવવા જોઈએ. | ८ तएणं से पोक्खली समणोवासए ते समणोवासए एवं वयासी- अच्छह णं तुब्भे देवाणुप्पिया ! सुण्णिव्वुया वीसत्था, अहं णं संखं समणोवासगं सद्दावेमि, त्ति कटु तेसिं समणोवासगाणं अंतियाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सावत्थीए णयरीए मज्झमज्झेणं जेणेव संखस्स समणोवासगस्स गिहे तेणेव उवागच्छइ, उवा- गच्छित्ता संखस्स समणोवासगस्स गिह अणुपविढे । ભાવાર્થ - ત્યાર પછી પુષ્કલી શ્રાવકે તે શ્રાવકોને કહ્યું કે– હે દેવાનુપ્રિયો! આપ બિલકુલ ચિંતા ન કરો, નિશ્ચિત રહો. હું શંખ શ્રાવકને બોલાવીને આવું છું; આ પ્રમાણે કહીને તે શ્રમણોપાસકો પાસેથી નીકળ્યા, નીકળીને શ્રાવસ્તી નગરીની મધ્યમાં થતાં જ્યાં શંખ શ્રાવકનું ઘર હતું ત્યાં ગયા, ત્યાં જઈને શંખ શ્રાવકના ઘરમાં પ્રવેશ કર્યો. | ९ तएणं सा उप्पला समणोवासिया पोक्खलिं समणोवासयं एज्जमाणं पासइ, पासित्ता हट्ठ-तुट्ठा आसणाओ अब्भुढेइ अब्भुढेत्ता सत्तट्ठ पयाई अणुगच्छइ, अणुगच्छित्ता पोक्खलिं समणोवासगं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता आसणेणं उवणिमंतेइ, उवणिमंतेत्ता एवं वयासी- संदिसउ णं देवाणुप्पिया ! किमागमणप्पओयणं?
तएणं से पोक्खली समणोवासए उप्पलं समणोवासियं एवं वयासी- कहिं णं देवाणुप्पिए ! संखे समणोवासए? तएणं सा उप्पला समणोवासिया पोक्खलिं समणोवासय एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! संखे समणोवासए पोसहसालाए पोसहिए जाव पक्खियं पोसह पडिजागरमाणे विहरइ । ભાવાર્થ :- ત્યારપછી તે ઉત્પલા શ્રાવિકાએ પુષ્કલી શ્રાવકને આવતાં જોયા, જોઈને તે હર્ષિત અને સંતુષ્ટ થઈ, તે પોતાના આસન પરથી ઊઠીને સાત આઠ કદમ સામે ગઈ, તેણે પુષ્કલી શ્રાવકને વંદન-નમસ્કાર કરીને બેસવા માટે આસન આપ્યું અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! કહો, આપના આગમનનું શું પ્રયોજન છે? પુષ્કલી શ્રાવકે ઉત્પલા શ્રાવિકાને પૂછ્યું- હે દેવાનુપ્રિય ! શંખ શ્રાવક ક્યાં છે? ત્યારે ઉત્પલા શ્રાવિકાએ પુષ્કલી શ્રાવકને ઉત્તર આપતા કહ્યું કે હે દેવાનુપ્રિય ! તેઓ પૌષધશાળામાં પૌષધ ગ્રહણ કરીને યાવત્ પાખી સંબંધી પૌષધની સમ્યક્ આરાધના કરતા વિચરે છે. પુષ્કલી શ્રાવકે કરેલા આમંત્રણનો અસ્વીકાર :१० तएणं से पोक्खली समणोवासए जेणेव पोसहसाला, जेणेव संखे