________________
[ ૬૪૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
પ્રતિપાદિત કરી છે. પૌષધ :- જે અનુષ્ઠાનથી આત્મગુણોનું પોષણ થાય તેને પૌષધ કહેવાય છે. પૌષધમાં મુખ્ય ચાર પ્રકારના ત્યાગ હોય છે. યથા(૧) આહાર ત્યાગ :- અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂપ આહારનો ત્યાગ કરીને આત્મધર્મનું પોષણ કરવું. (૨) શરીર શોભા વિભૂષા ત્યાગ :- સ્નાન, ઉબટન, વિલેપન, પુષ્પ, ગંધ, તાંબૂલ, વસ્ત્ર અને આભૂષણરૂપ શરીર શોભાનો ત્યાગ કરવો. (૩) અબ્રહ્મચર્ય ત્યાગ :- અબ્રહ્મ-મૈથુનનો ત્યાગ કરીને કુશલ અનુષ્ઠાનોના સેવનથી બ્રહ્મ સ્વરૂપ આત્મગુણોની વૃદ્ધિ કરવી. (૪) સાવધ પ્રવૃત્તિઓનો ત્યાગ - કૃષિ, વાણિજ્યાદિ સાવધ વ્યાપારોનો તથા શસ્ત્રાદિનો ત્યાગ અર્થાત્ હિંસાદિ અઢાર પાપ રૂપ સર્વ પ્રવૃત્તિનો ત્યાગ કરીને ધર્મનું પાલન કરવું. તે અવ્યાપાર પૌષધ છે. પૌષધની વિધિ - સહુ પ્રથમ સ્થાનનું પ્રમાર્જન અને પરિષ્ઠાપન ભૂમિનું પ્રતિલેખન કરીને, ડાભનો સંથારો અથવા વસ્ત્રનું આસન બિછાવવું, ત્યાર પછી ચારે પ્રકારના આહારાદિનો, અબ્રહ્મચર્યનો, શરીરની શોભા વિભૂષાનો અને સર્વ પ્રકારની સાવધ(પાપ યુક્ત) પ્રવૃત્તિનો ત્યાગ કરવો અને એકાકીપણે આત્મભાવોમાં લીન થવું.
પ્રસ્તુત સૂત્ર વર્ણનથી આહાર ત્યાગ સિવાય ત્રણ પ્રકારના ત્યાગ સાથે પૌષધ કરવાનો વિકલ્પ પણ સ્પષ્ટ થાય છે. જેને વર્તમાનમાં દેશપષધ, દેશાવગાસિકવ્રત રૂપ પૌષધ અથવા દયાવ્રત આદિ કહેવાય છે.
શંખાદિ શ્રાવકોએ આહાર સહિતની પૌષધ આરાધનાનો પરસ્પર વિચાર કર્યો. તેના માટે આહારાદિ તૈયાર કરવાનો આદેશ પણ આપ્યો. ત્યાર પછી શંખ શ્રાવકના આત્મ પરિણામો અને સંવેગભાવ વર્કિંગત બન્યા અને તેણે આહારના ત્યાગ સહિત અર્થાતુ ઉપવાસ યુક્ત પૌષધવ્રતનો સ્વીકાર કર્યો.
શંખને બોલાવવા પુષ્કલીનું ગમન - | ७ तएणं ते समणोवासगा जेणेव सावत्थी णयरी जेणेव साइं साइं गिहाई, तेणेव उवागच्छंति, उवागच्छित्ता विपुलं असणं पाणं खाइमं साइमं उवक्खडाति, उवक्खडावित्ता अण्णमण्णं सद्दावेति, सद्दावेत्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया! अम्हेहिं से विउले असण-पाण-खाइमसाइमे उवक्खडाविए, संखे य णं समणोवासए णो हव्व-मागच्छइ, तं सेयं खलु देवाणुप्पिया! अम्हं संखं समणोवासगं सहावेत्तए । ભાવાર્થ - ત્યાર પછી તે શ્રમણોપાસકો શ્રાવતી નગરીમાં પોત-પોતાના ઘેર ગયા અને પ્રચુર અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યું, તૈયાર કરાવીને, એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહેવા