________________
શતક–૧૧: ઉદ્દેશક-૧૧
| દર૩ |
बहुमज्झदेसभागे एत्थ णं महेगं भवणं करेंति अणेगखंभसयसण्णिविटुं, वण्णओ जहा रायप्पसेणइज्जे पेच्छाघरमंडवंसि जाव पडिरूवे । ભાવાર્થ :- જ્યારે મહાબલ કુમાર આઠ વર્ષથી કંઈક અધિક ઊંમરનો થયો, ત્યારે માતા-પિતાએ પ્રશસ્ત, તિથિ, કરણ નક્ષત્ર અને મુહૂર્તમાં ભણવા માટે કલાચાર્યને ત્યાં મોકલ્યો, ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન દઢ પ્રતિશ કુમાર પ્રમાણે કહેવું જોઈએ યાવતુ તે ભોગ યોગ્ય થયો. ત્યારપછી મહાબલ કુમારને બાલભાવથી મુક્ત યાવત ભોગ યોગ્ય જાણીને માતા પિતાએ તેને માટે ઉત્તમ આઠ પ્રાસાદ તૈયાર કરાવ્યા. તે પ્રાસાદ રાજપ્રશ્રય” સૂત્ર અનુસાર અતિશય ઊંચા અને અત્યંત સુંદર હતા. તેની બરોબર મધ્યમાં એક મોટું ભવન તૈયાર કરાવ્યું. તે ભવનમાં સેંકડો સ્તંભો હતા ઇત્યાદિ રાજપ્રશ્રીય સૂત્રના પ્રેક્ષાગૃહ મંડપના વર્ણનની સમાન જાણી લેવું જોઈએ યાવત્ તે અત્યંત મનોહર હતું. મહાબલ કુમારનું પાણિગ્રહણ:३६ तएणं तं महब्बलं कुमारं अम्मापियरो अण्णया कयाइ सोभणंसि तिहिकरण-दिवस-णक्खत्त-मुहुत्तंसि ण्हायं जाव सव्वालंकारविभूसियं पमक्खणगण्हाण- गीय-वाइय-पसाहण- अटुंग-तिलग-कंकण-अविहव- वहुउवणीयं मंगलसुजंपिएहि य वर- कोउय-मंगलोवयार-कयसंतिकम्मं सरिसियाणं सरिसतयाणं सरिसव्वयाणं सरिसलावण्ण-रूव-जोव्वणगुणोववेयाणं विणीयाणं कयकोउय- मंगलपाय- च्छित्ताणं सरिसएहिं रायकुलेहितो आणिल्लियाणं अट्ठण्हं रायवरकण्णाणं एगदिवसेणं पाणिं गिहाविंसु । શબ્દાર્થ - પમાન = અભંગન, વિલેપન પસાદા = મંડન અ૬તિન = આઠ અંગો પર તિલક વિહવ-વહુ = સૌભાગ્યવતી સ્ત્રીઓ મનસુનવિર્દિ = મંગલ અર્થાત્ દહીં-અક્ષત આદિ અથવા મંગલ ગીત વિશેષથી સૌભાગ્યવતી નારીઓ દ્વારા ઉચ્ચારિત આશીર્વચન, વોડમોવાર-સતિનંશ્રેષ્ઠ કૌતુક અને મંગલોપચારથી શાંતિકર્મ (પાપ ઉપશમન ક્રિયા) કર્યું.
ભાવાર્થ:- ત્યારપછી મહાબલકુમારના માતા-પિતાએ શુભ તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર અને મુહૂર્તમાં મહાબલ કુમારને સ્નાન આદિ વિધિ કરાવીને સર્વ અલંકારોથી વિભૂષિત કર્યો. ત્યારપછી સૌભાગ્યવતી સ્ત્રીઓએ અત્યંગન(માલીશ) અને જલાભિષેક કર્યો, ગીતો ગાયા, ઢોલક આદિ વાજિંત્રો વગાડાવ્યા, વિવાહના સમયે પહેરવા યોગ્ય આભૂષણો પહેરાવ્યા, આઠે અંગ પર તિલક કર્યા, તેના કાંડે લાલ દોરાવાળું કંકણ બાંધ્યું. ત્યારપછી મંગલ ગીતો અને આશીર્વચનો બોલવા લાગ્યા. આંખમાં કાજલ આંજવા રૂપ અને કાજળનું ટીલું કરવા રૂપ કૌતૃક વિધિ અને મસ્તક પરથી સરસવ ઉતારવા રૂપ મંગલવિધિ કરીને, મહાબલ રાજકુમારના નિમિત્તે શાંતિકર્મ કરવામાં આવ્યું.