________________
श्री भगवती सूत्र-3
ત્યારપછી એક સમાન, સમાન ત્વચાવાળી, સમાન ઉંમરવાળી, સમાન રૂપ, લાવણ્ય, યૌવન આદિ ગુણોથી યુક્ત, વિનયગુણ યુક્ત, જેના માટે કૌતુક મંગલ અને પ્રાયશ્ચિત્ત વિધિ થઈ ગઈ હતી, તેવી રાજ- કુળમાંથી લાવેલી સમાન, ઉત્તમ આઠ રાજકન્યાઓ સાથે એક જ દિવસે પાણિગ્રહણ કરાવ્યું. नववधूने प्रीतिधन :
૪
३७ तणं तस्स महाबलस्स कुमारस्स अम्मापियरो अयमेयारूवं पीइदाणं दलयंति, तं जहा - अट्ठ हिरण्णकोडिओ, अट्ठ सुवण्णकोडीओ, अट्ठ मउडे मउडप्पवरे, अट्ठ कुंडलजुए कुंडलजुयप्पवरे, अट्ठहारे हारप्पवरे, अट्ठ अद्धहारे अद्धहारप्पवरे, अट्ठ एगावलीओ एगावलिप्पवराओ, एवं मुत्तावलीओ, एवं कणगावलीओ, एवं रयणावलीओ, अट्ठ कडगजोए कडगजोयप्पवरे, एवं तुडियजोए, अट्ठ खोमजुयलाई खोमजुयलप्पवराई, एवं वडगजुयलाई, एवं पट्टजुयलाई, एवं दुगुल्लजुयलाई अट्ठ सिरीओ, अट्ठ हिरीओ, एवं धिईओ, कित्तीओ, बुद्धीओ, लच्छीओ, अट्ठ णंदाई, अट्ठ भद्दाई, अट्ठ तले तलप्पवरे सव्वरयणामए णियगवरभवणकेऊ, अट्ठ झ झयप्पवरे, अट्ठ वये वयप्पवरे दसगोसाहस्सिएणं वएणं, अट्ठ णाडगाई णाडगप्पवराइं बत्तीसबद्धेणं णाडएणं, अट्ठ आसे आसप्पवरे सव्वरयणामए सिरिघरपडिरूवए, अट्ठ हत्थी हत्थिप्पवरे, सव्वरयणामए सिरिघरपडिरूवए, अट्ठ जाणाइं जाणप्पवराइं, अट्ठ जुगाई जुगप्पवराई, एवं सिबियाओ, एवं संदमाणीओ, एवं गिल्लीओ-थिल्लीओ, अट्ठ वियडजाणारं वियडजाणप्पवराई, अट्ठ रहे पारिजाणिए, अट्ठरहे संगामिए, अट्ठ आसे आसप्पवरे, अट्ठ हत्थी हत्थिप्पवरे, अट्ठ गामे गामप्पवरे दसकुलसाहस्सिएणं गाामेणं, अट्ठ दासे दासप्पवरे, एवं चेव दासीओ, एवं किंकरे, एवं कंचुइज्जे, एवं वरिसधरे, एवं महत्तरए, अट्ठ सोवणिए ओलंबणदीवे, अट्ठ रुप्पामए ओलंबणदीवे, अट्ठ सुवण्ण- रुप्पामए ओलंबणदीवे, अट्ठ सोवण्णिए उक्कंचणदीवे, एवं चेव तिण्णि वि; अट्ठ सोवण्णिए पंजरदीवे, एवं चेव तिणि वि ।
ભાવાર્થ :- ત્યારપછી તે મહાબલકુમારના માતા-પિતાએ તેમને આ પ્રમાણે પ્રીતિદાન આપ્યું. યથા– આઠ કોટિ હિરણ્ય(ચાંદિના સિક્કા) આઠ કોટિ સૌરૈયા, આઠ શ્રેષ્ઠ મુગટ, આઠ શ્રેષ્ઠ કુંડલયુગલ, આઠ ઉત્તમ હાર, આઠ ઉત્તમ અર્ધહાર, આઠ ઉત્તમ એકસરા હાર, આઠ મુક્તાવલી હાર, આઠ કનકાવલી હાર, આઠ રત્નાવલી હાર, આઠ ઉત્તમ કડાની જોડી, આઠ ઉત્તમ બાજુબંધની જોડી, આઠ સૂતર અથવા અળસીના બનેલા વસ્ત્રયુગલ, આઠ ઉત્તમ રેશમી વસ્ત્ર યુગલ, આઠ દુકૂલ યુગલ-વૃક્ષની છાલમાંથી બનાવેલા વસ્ત્રો, આઠ શ્રીદેવીની પ્રતિમા, આઠ હ્રી દેવીની પ્રતિમા, આઠ ધી(સરસ્વતી) દેવીની પ્રતિમા, આઠ કીર્તિ દેવીની