________________
| ૬૧૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
નીકળીને, તુરંત, ત્વરાપૂર્વક, ચપળતાપૂર્વક અને અત્યંત વેગપૂર્વક હસ્તિનાપુર નગરની મધ્યમાં થઈને, સ્વપ્નપાઠકોનાં ઘેર જઈને સ્વપ્ન પાઠકોને બોલાવ્યા અર્થાત્ રાજાની આજ્ઞા કહી સંભળાવી.
બલરાજાના સેવક પુરુષો દ્વારા બોલાવવા પર અર્થાત્ રાજાનું નિમંત્રણ પામીને, સ્વપ્ન પાઠકો અત્યંત હર્ષિત અને સંતુષ્ટ થયા. તેઓએ સ્નાન કરીને યાવત્ સુંદર વસ્ત્રો અને આભૂષણોથી પોતાના શરીરને અલંકૃત કર્યું. ત્યારપછી તેઓ લલાટ પર સરસવ, પુષ્પચૂર્ણ અને હરિતાલ ચૂર્ણ વડે મંગલોપચાર કરી પોત પોતાના ઘેરથી નીકળ્યા. હસ્તિનાપુરની મધ્યમાં થઈને બલરાજાના ઉત્તમ પ્રાસાદ પાસે આવી પહોંચ્યા. ત્યાં આવીને રાજાના ઉત્તમ પ્રાસાદના દ્વાર પાસે ભેગા થયા, ભેગા થઈને બહારની ઉપસ્થાનશાળામાં બલરાજા પાસે આવીને બંને હાથ જોડી રાજાને નમસ્કાર કર્યા અને જય-વિજય શબ્દોથી રાજાને વધાવ્યા.
ત્યારપછી બલરાજા દ્વારા વંદિત, પૂજિત, સત્કારિત, સન્માનિત તે સ્વપ્નપાઠકો પહેલેથી ગોઠવાયેલા પોતપોતાના ભદ્રાસનો પર બેસી ગયા. २५ तएणं से बले राया पभावई देवीं जवणियंतरियं ठावेइ, ठावेत्ता पुप्फफलपडि-पुण्णहत्थे परेणं विणएणं ते सुविणलक्खणपाढए एवं वयासीएवं खलु देवाणुप्पिया! पभावई देवी अज्ज तंसि तारिसगंसि वासघरंसि जावसीहं सुविणे पासित्ता णं पडिबुद्धा । तण्णं देवाणुप्पिया! एयस्स ओरालस्स जाव के मण्णे कल्लाणे फलवित्ति-विसेसे भविस्सइ? ભાવાર્થ:- ત્યારપછી બલરાજાએ પ્રભાવતી રાણીને પડદાની અંદર(પાછળ) બેસાડ્યા, બેસાડીને પુષ્પો અને ફળોથી પરિપૂર્ણ હાથે અર્થાત્ પુષ્પ-ફળોથી સત્કાર કરીને અત્યંત વિનયપૂર્વક સ્વપ્ન પાઠકોને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! આજે પ્રભાવતી દેવીએ તથા પ્રકારના શયનગૃહમાં શયન કરતાં યાવત સ્વપ્નમાં એક સિંહને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો અને ત્યારપછી તે જાગી ગયા.
હે દેવાનુપ્રિયો ! આ ઉત્તમ યાવત્ કલ્યાણકારક સ્વપ્નનું વિશિષ્ટ પ્રકારનું ફળ શું હશે? २६ तएणं ते सुविणलक्खणपाढगा बलस्स रण्णो अंतियं एयमढे सोच्चा णिसम्म हट्टतुट्ठा तं सुविणं ओगिण्हति, ओगिण्हित्ता ईहं अणुप्पविसंति, अणुप्पविसित्ता तस्स सुविणस्स अत्थोग्गहणं करेंति, करेत्ता अण्णमण्णेणं सद्धिं संचालेति, संचालित्ता तस्स सुविणस्स लट्ठा गहियट्ठा पुच्छियट्ठा विणिच्छियट्ठा अभिगयट्ठा बलस्स रण्णो पुरओ सुविणसत्थाई उच्चारेमाणा-उच्चारेमाणा एवं वयासी- एवं खलु देवाणुप्पिया! अम्हं सुविणसत्थंसि बायालीसं सुविणा, तीसं महासुविणा, बावत्तरि सव्वसुविणा दिट्ठा । तत्थणं देवाणुप्पिया ! तित्थयरमायरो वा चक्कवट्टिमायरो