________________
शत- ११ : उद्देश - ११
૧૩
सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी
खिप्पामेव भो देवाणुप्पिया ! अटुंगमहाणिमित्तसुत्तत्थधारए, विविहसत्थकुसले, सुविणलक्खणपाढए सद्दावेह |
ભાવાર્થ :- પ્રાતઃકાલના સમયે બલરાજા પોતાની શય્યામાંથી ઊઠ્યા. ઊઠીને પાદપીઠ પરથી નીચે ઉતર્યા અને વ્યાયામશાળા હતી ત્યાં ગયા, ત્યાંના કાર્યનું તથા સ્નાનાદિનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું યાવત્ ચંદ્ર સમાન પ્રિયદર્શની બનીને તે રાજા સ્નાનઘરમાંથી બહાર નીકળ્યા, નીકળીને બહારની ઉપસ્થાનશાળામાં આવ્યા. ત્યાં આવીને પૂર્વાભિમુખ સિંહાસન પર બેઠા પછી પોતાની ડાબી તરફ અને ઈશાનકોણમાં શ્વેત વસ્ત્રથી આચ્છાદિત તથા સરસવો આદિ માંગલિક પદાર્થોથી ઉપરચિત આઠ ભદ્રાસનો રખાવ્યા. ત્યાર પછી પ્રભાવતી દેવીને માટે અનેક પ્રકારના મણિ રત્નોથી સુશોભિત સુંદર, મહામૂલ્ય વાન, ઉત્તમ સ્થાનમાં બનેલો, સૂક્ષ્મ તારની સેંકડો કારીગરી કલા કૌશલયુક્ત, ઈહામૃગ, વૃષભ આદિના ચિત્રોથી શોભિત એક સૂક્ષ્મ-વસ્ત્રનો પડદો રખાવ્યો. તેની અંદર અનેક પ્રકારના મણિરત્નોથી રચિત, વિવિધ ચિત્રોથી ચિત્રિત ગાદી યુક્ત, શ્વેત વસ્ત્રથી આચ્છાદિત, અંગને સુખાકારી સ્પર્શવાળું તથા સુકોમળ ભદ્રાસન પ્રભાવતી દેવીને માટે રખાવ્યું. પછી બલરાજાએ સેવક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય ! તમે શીઘ્રતાપૂર્વક જાઓ અને અષ્ટાંગ મહાનિમિત્તના(સ્વપ્ન શાસ્ત્રનાં) સૂત્ર અને અર્થના જ્ઞાતા હોય અને વિવિધ શાસ્ત્રમાં કુશળ હોય તેવા સ્વપ્ન પાઠકોને બોલાવો.
२४ तणं ते कोडुंबियपुरिसा जाव पडिसुणित्ता बलस्स रण्णो अंतियाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता सिग्घं तुरियं चवलं चंडं वेइयं हत्थिणाउरं णयरं मज्झमज्झेणं जेणेव तेसिं सुविणलक्खणपाढगाणं गिहाई तेणेव उवागच्छंति, तेणेव उवागच्छित्ता ते सुविणलक्खणपाढए सद्दार्वेति । तएणं ते सुविणलक्खणपाढगा बलस्स रण्णो कोडुंबियपुरिसेहिं सद्दाविया समाणा हट्ठतुट्ठा ण्हाया अलंकिय-सरीरा सिद्धत्थगहरियालियाकयमंगलमुद्धाणा सएहिं सएहिं गिहेहिं णिग्गच्छंति, णिग्गच्छित्ता हत्थिणाउरं णयरं मज्झमज्झेणं जेणेव बलस्स रण्णो भवणवरवडेंसए तेणेव उवागच्छंति, उवागच्छित्ता भवणवरवडेंसगपडिदुवारंसि एगओ मिलंति, एगओ मिलित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव बले राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव बलं रायं जएणं विजएणं वद्धार्वेति । तएणं ते सुविणलक्खणपाढगा बलेणं रण्णा वंदिय-पूइअ - सक्कारिया-संमाणिया समाणा पत्तेयं पत्तेयं पुव्वण्णत्थेसु भद्दासणेसु णिसीयंति ।
ભાવાર્થ :- રાજાની આ પ્રકારની આજ્ઞા સ્વીકારીને, સેવક પુરુષો બલરાજા પાસેથી નીકળ્યા.