________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-૧૧,
ડ૧૧]
સલિતોનાર = ચંદ્ર સમાન સૌમ્ય આકારવાળો. ભાવાર્થ:- હે દેવી ! આપે ઉત્તમ સ્વપ્ન જોયું છે, હે દેવી ! આપે કલ્યાણકારક સ્વપ્ન જોયું છે ભાવતુ હે દેવી ! આપે શોભા યુક્ત સ્વપ્ન જોયું છે, હે દેવી ! આપે આરોગ્યદાયક, તુષ્ટિદાયક, દીર્ધાયુષ્કદાયક, કલ્યાણકારક અને મંગલકારક સ્વપ્ન જોયું છે. હે દેવાનુપ્રિયે ! આપને અર્થલાભ, ભોગલાભ, પુત્રલાભ અને રાજ્યલાભ થશે.
હે દેવાનુપ્રિયે ! નવ માસ અને સાડા સાત દિન વ્યતીત થયા પછી તમે પોતાના કુળમાં ધ્વજા સમાન, કુલમાં દીપક સમાન, કુલમાં પર્વત સમાન, કુલમાં શિખર સમાન, કુલમાં તિલક સમાન, તથા કુલની કીર્તિ કરનાર, કુલને આનંદ દેનાર, કુલનો યશ ફેલાવનાર, કુલને માટે આધારભૂત, કુલમાં વૃક્ષ સમાન, કુલની વૃદ્ધિ કરનાર, સુકુમાર હાથ-પગવાળા, અંગહીનતા રહિત, સંપૂર્ણ પંચેન્દ્રિય યુક્ત શરીરવાળા યાવત્ ચંદ્ર સમાન સૌમ્ય આકૃતિવાળા, કાંત, પ્રિયદર્શન, સુરૂપ અને દેવકુમારની સમાન કાંતિવાળા પુત્રને જન્મ આપશો.
તે બાળક બાલભાવથી મુક્ત થઈને, યુવાવસ્થાને પ્રાપ્ત કરશે, ત્યારે કલાદિમાં પરિપક્વજ્ઞાનવાળો નિપુણ થશે. શૂરવીર, પરાક્રમી, વિશાળ અને વિપુલ સેનાનો સ્વામી, રાજ્યના અધિપતિ રાજા થશે. હે દેવી! તમે ઉત્તમ સ્વપ્ન જોયું છે. હે દેવી ! તમે આરોગ્યદાયક, તુષ્ટિદાયક થાવત મંગલકારક સ્વપ્ન જોયું છે. આ રીતે બલરાજાએ ઉપરોક્ત ઇષ્ટ, કાંત, પ્રિય મધુર વચનો દ્વારા બેવાર-ત્રણવાર પ્રભાવતી દેવીના કથનની પુષ્ટી કરી અર્થાત્ તેના સ્વપ્નની શ્રેષ્ઠતાની પુષ્ટી કરી. | २१ तएणं सा पभावई देवी बलस्स रण्णो अंतियं एयमढे सोच्चा णिसम्म हट्ठतुट्ठा करयल परिग्गहियं जाव एवं वयासी- एवमेयं देवाणुप्पिया ! तहमेयं देवाणुप्पिया! अवितहमेयं देवाणुप्पिया ! असंदिद्धमेयं देवाणुप्पिया ! इच्छियमेयं देवाणुप्पिया ! पडिच्छियमेयं देवाणुप्पिया ! इच्छियपडिच्छियमेयं देवाणुप्पिया ! से जहेयं तुब्भे वयह त्ति कटु तं सुविणं सम्म पडिच्छइ, पडिच्छित्ता बलेणं रण्णा अब्भणुण्णाया समाणी णाणामणि-रयणभत्तिचित्ताओ भदासणाओ अब्भुटेइ, अब्भुढेत्ता अतुरियमचवल जाव गईए जेणेव सए सयणिज्जे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सयणिज्जसि णिसीयइ, णिसीइत्ता एवं वयासी- मा मे से उत्तमे पहाणे मंगल्ले सुविणे अण्णेहिं पावसुमिणेहिं पडिहम्मिस्सइ, त्ति कटु देवगुरुजणसंबद्धाहिं पसत्थाहिं मंगल्लाहिं धम्मियाहिं कहाहिं सुविणजागरियं पडिजागरमाणी-पडिजागरमाणी विहरइ । ભાવાર્થ - તે સમયે બલરાજાના મનોજ્ઞ વચનો સાંભળીને, અવધારણ કરીને, પ્રભાવતી દેવી હર્ષિત અને સંતુષ્ટ થઈ. બે હાથ જોડીને, તેણે આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિય! આપે જે કહ્યું છે તે યથાર્થ છે, સત્ય છે, સંદેહ રહિત છે, મને ઇચ્છિત અને સ્વીકૃત છે; પુનઃ પુનઃ ઇચ્છિત અને સ્વીકૃત છે. આ રીતે સ્વપ્નના