________________
૬૦૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ઉત્કૃષ્ટ રાત્રિ હોય છે. વિશેષ વર્ણન માટે જુઓ- શ્રી જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર. વક્ષ.-૭)
ત્યાર પછી સૂર્ય પુનઃ આવ્યંતર મંડળ તરફ ક્રમશઃ ગતિ કરે છે અને પ્રતિદિન દિવસ ૨ હૂર્ત વધતો જાય છે. જે ક્રમથી દિવસ ઘટતો હતો તે જ ક્રમથી વધે છે. આ રીતે દિવસમાં વધઘટ થાય છે. જેટલા પ્રમાણમાં દિવસ વધે છે, તેટલા જ પ્રમાણમાં રાત્રિ ઘટે છે. દિવસ અને રાત્રિ મળીને ૩૦ મુહૂર્ત થાય છે.
ઉત્કૃષ્ટ દિવસ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે હોય છે. જઘન્ય દિવસ પોષ સુદ પૂર્ણિમાના દિવસે હોય છે. આ કથન પાંચ વર્ષના એક યુગના અંતિમ વર્ષની અપેક્ષાએ છે. બીજા વર્ષોમાં કર્કસક્રાંતિના દિવસે ૧૮ મુહૂર્તનો ઉત્કૃષ્ટ દિવસ અને ૧૨ મુહૂર્તની જઘન્ય રાત્રિ હોય છે. તે જ રીતે મકર સંક્રાંતિના દિવસે ૧૮ મુહૂર્તની ઉત્કૃષ્ટ રાત્રિ અને ૧૨ મુહૂર્તનો જઘન્ય દિવસ હોય છે.
ચૈત્ર સુદ પૂનમ અને આસો સુદ પુનમના દિવસે રાત્રિ અને દિવસ સમાન હોય છે. આ કથન પણ વ્યવહારની અપેક્ષાએ છે. નિશ્ચયથી કર્કસંક્રાંતિ કે મકર સંક્રાંતિથી ૯૨ મા દિવસે દિવસ અને રાત્રિ સમાન હોય છે. બાવીસ-સભા-સુદૂત્તમા :- ઉપરોક્ત સૂત્ર અનુસાર પ્રતિદિન એક પોરસીના કાલમાનમાં પોરસીનો રસ ભાગ વધઘટ થાય છે. એક દિવસના ચાર પ્રહર હોય તેથી પ્રતિદિન થતી વધઘટ સમજવા માટે ૨ x { પ્રહર = જે મુહૂર્તની વધઘટ થાય છે. (મુહૂર્તની મિનિટ કાઢવા ૧ મુહૂર્ત = ૪૮ મિનિટ છે. તેથી તેને ૪૮ મિનિટથી ગુણતાં કે = ૧ ૧ મિનિટ થાય) અર્થાતુ પ્રતિદિન લગભગ ૧ મિનિટની વધઘટ થાય છે. યથા યુનિવૃત્તિકાલઃ
९ सेकिंतंअहाउणिव्वत्तिकाले? ___अहाउणिव्वत्तिकालेजण्णंजेणणेरइएणवातिरिक्खजोणिएण वामणुस्सेण वादेवेण वा अहाउयंणिव्वत्तियंसेत्तंपालेमाणे अहाउणिव्वत्तिकाले। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! યથાયુનિવૃત્તિકાલ શું છે?
ઉત્તર– હે સુદર્શન ! જે કોઈ નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય અથવા દેવે જે (જે ગતિનું) અને જેટલું આયુષ્ય બાંધ્યું છે, તે જ રીતે તેનું પાલન કરવું અર્થાત્ પૂર્ણરૂપે આયુષ્ય ભોગવવું તેને યથાયુનિવૃત્તિકાલ કહે છે.
મરણ કાલ :१० से किं तं मरणकाले ? मरणकाले जीवो वा सरीराओ, सरीरं वा जीवाओ सेत्तं मरणकाले।