________________
શતક–૧૧: ઉદ્દેશક-૧૧,
[ ૬૦૫ ]
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મરણકાલ શું છે? ઉત્તર- હે સુદર્શન ! જે કાલે શરીરથી જીવનો અને જીવથી શરીરનો વિયોગ થાય તે કાલને મરણકાલ કહે છે. વિવેચન :
જીવનનો અંતિમ સમય, જ્યારે આત્મા શરીરથી પૃથક થાય છે અથવા શરીર આત્માથી પૃથક થાય છે, તે મરણકાલ છે. મરણ શબ્દ કાળનો પર્યાયવાચી છે, તેથી મરણ જ કાળ છે.
અદ્ધાકાલઃ|११ से किं तं अद्धाकाले ?
___ अद्धाकाले अणेगविहे पण्णत्ते । से णं समयट्ठयाए आवलियट्ठयाए जाव उस्सप्पिणीट्ठयाए । एस णं सुदंसणा ! अद्धा दोहारच्छेएणं(दुहाछेएण) छिज्जमाणे जाहे विभागं णो हव्वमागच्छइ सेत्तं समए, समयट्ठाए । असंखेज्जाणं समयाणं समुदयसमिइसमागमेणं सा एगा आवलिय त्ति पवुच्चइ । संखेज्जाओ आवलियाओ जहा सालिउद्देसए जाव सागरोवमस्स उ एगस्स भवे परिमाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્ ! અદ્ધાકાલ શું છે?
ઉત્તર- હે સુદર્શન ! અદ્ધાકાલના અનેક પ્રકાર છે, તે સમય પ્રમાણ, આવલિકા પ્રમાણ યાવતું ઉત્સર્પિણી પ્રમાણ છે. હે સુદર્શન! જે છેદનમાં બે ભાગ થાય છે તે છેદનને દ્વિહાર છેદન કહે છે અને જે કાલનું દ્વિહાર છેદન અર્થાત્ બે ભાગમાં છેદન ન થઈ શકે, તે કાલને “સમય” કહે છે. તેવા(સમય પ્રમાણ) અસંખ્ય સમયોના સમુદાયથી એક આવલિકા થાય છે. સંખ્યાત આવલિકાનો એક ઉચ્છવાસ થાય છે. ઇત્યાદિ છઠ્ઠા શતકના સાતમા 'શાતિ' ઉદ્દેશકમાં કહ્યા અનુસાર કહેવું યાવત્ એક સાગરોપમનું પરિમાણ જાણવું જોઈએ. |१२ एएहिं णं भंते ! पलिओवम-सागरोवमेहिं किं पओयणं? सुदंसणा ! एएहिं पलिओवम-सागरोवमेहिं णेरइयतिरिक्खजोणिय-मणुस्स-देवाणं आउयाई मविज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પલ્યોપમ અને સાગરોપમનું શું પ્રયોજન છે? ઉત્તર- હે સુદર્શન! પલ્યોપમ અને સાગરોપમ દ્વારા નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવોનું આયુષ્ય માપી શકાય છે. વિવેચન :
સમય, આવલિકા આદિ અદ્ધાકાલ છે. સમયથી ઉત્સર્પિણી સુધીના જેટલા કાલના એકમો છે તે સર્વ અદ્ધાકાલની જ અંતર્ગત છે.