________________
શતક–૧૧ઃ ઉદ્દેશક-૧૧
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! દિવસ અને રાત્રિ, તે બંને સમાન પણ હોય છે ?
ઉત્તર– હા, સુદર્શન ! હોય છે.
પ્રશ્ન- હે ભગવન્ ! દિવસ અને રાત્રિ તે બંને સમાન ક્યારે થાય છે ?
ઉત્તર– હે સુદર્શન ! ચૈત્રી પૂર્ણિમા અને અશ્વિની પૂર્ણિમાના દિવસે દિવસ અને રાત્રિ બંને સમાન હોય છે. તે દિવસે પંદર મુહૂર્તનો દિવસ તથા પંદર મુહૂર્તની રાત્રિ થાય છે અને દિવસ અને રાત્રિની પોરસી પોણા ચાર મુહૂર્તની હોય છે. આ પ્રમાણે પ્રમાણ કાલનું સ્વરૂપ છે.
વિવેચન :
Fos
પ્રસ્તુત સૂત્રોમાં પ્રમાણ કાલ અને તેના ભેદનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે.
પ્રમાણ કાલ ઃ— જે કાલથી દિવસ, રાત્રિ, વર્ષ, શતવર્ષ આદિનું પ્રમાણ મપાય તે પ્રમાણકાલ છે. તેના બે પ્રકાર છે. દિવસ પ્રમાણકાલ અને રાત્રિ પ્રમાણકાલ.
પોરસી :– ૩૦ મુહૂર્તની એક અહોરાત્રિ થાય છે. દિવસના કે રાત્રિના ચોથા ભાગ પ્રમાણ કાલને પોરસી અથવા પ્રહર કહેવાય છે. દિવસ-રાત્રિના પ્રમાણમાં વધઘટ ચતા, દિવસ અને રાત્રિની પોરસીના પ્રમાણમાં પણ વધઘટ થાય છે. એક દિવસની ચાર પોરસી અને રાતની ચાર પોરસી થાય અર્થાત્ એક અહોરાત્રિની આઠ પોરસી થાય છે.
સૂર્ય મેરુ પર્વતની પ્રદક્ષિણા કરતો સતત પરિભ્રમણ કરે છે. સૂર્ય મેરુની નજીક હોય ત્યારે દિવસ લાંબો હોય છે અને પરિભ્રમણ કરતાં કરતાં સૂર્ય જેમ જેમ મેરુથી દૂર જાય તેમ તેમ દિવસ ઘટતો જાય છે. આ રીતે સૂર્યના પરિભ્રમણના આધારે દિવસ-રાત્રિનાં પ્રમાણમાં વધઘટ થાય છે.
-
ઉત્કૃષ્ટ-લાંબામાં લાંબો દિવસ – જ્યારે સૂર્ય ઉત્તરાયણના અંતિમ મંડળ પર અર્થાત્ સર્વાન્વંતર પ્રથમ મંડળ પર પરિભ્રમણ કરતો હોય ત્યારે વર્ષનો સૌથી લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો (૧૪ કલાક અને ૨૪ મિનિટનો) દિવસ હોય છે અને ત્યારે બાર મુહૂર્તની (૯ કલાક અને ૩૬ મિનિટની) જઘન્ય રાત્રિ હોય છે.
સમાન રાત્રિ-દિવસ :– ત્યાર પછી સૂર્ય ક્રમશઃ દક્ષિણાયન તરફ અર્થાત્ બાહ્ય મંડળ તરફ જતો જાય છે. સૂર્ય જેમ જેમ બાલમંડળ તરફ જતો જાય તેમ તેમ દિવસ ઘટતો જાય અને રાત્રિ વધતી જાય છે. સૂર્ય એક મંડળથી બીજા મંડળ પર જાય તેમાં હું મુહૂત અર્થાત્ લગભગ દોઢ મિનિટ ઘટતો જાય છે. આ રીતે કરતા સૂર્ય જ્યારે ૯૨ ૫ મા મંડળ પર આવે છે ત્યારે રાત્રિ અને દિવસ સમાન થાય છે.
=
જઘન્ય દિવસ :- આ રીતે ક્રમશઃ આગળ વધતા સૂર્ય જ્યારે દક્ષિણાયનના અંતિમ મંડળ પર અર્થાત્ ૧૮૪મા મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે વર્ષનો સહુથી ટૂંકામાં ટૂંકો જઘન્ય ૧૨ મુહૂર્તનો (૯ કલાક અને ૩૬ મિનિટ)નો દિવસ હોય છે અને ત્યારે ૧૮ મુહૂર્તની (૧૪ કલાક અને ૨૪ મિનિટની)