________________
|
०२ ।
श्री भगवती सूत्र-3
दुवालसमुहुत्ता राई भवइ तया णं उक्कोसिया अद्धपंचमुहुत्ता दिवसस्स पोरिसी भवइ, जहणिया तिमुहुत्ता राईए पोरिसी भवइ । जया णं उक्कोसिया अट्ठारस मुहुत्तिया राई भवइ, जहण्णिए दुवालसमुहुत्ते दिवसे भवइ, तया णं उक्कोसिया अद्धपंचमुहुत्ता राईए पोरिसी भवइ, जहणिया तिमुहुत्ता दिवसस्स पोरिसी भवइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દિવસ અથવા રાત્રિની ઉત્કૃષ્ટ સાડા ચાર મુહૂર્તની પોરસી ક્યારે થાય છે અને દિવસ અને રાત્રિની જઘન્ય ત્રણ મુહૂર્તની પોરસી ક્યારે થાય છે?
ઉત્તર- હે સુદર્શન! જ્યારે અઢાર મુહૂર્તનો મોટામાં મોટો દિવસ હોય અને બાર મુહુર્તની નાનામાં નાની રાત્રિ હોય છે ત્યારે સાડા ચાર મુહૂર્તની દિવસની ઉત્કૃષ્ટ પોરસી થાય છે અને રાત્રિની ત્રણ મહુર્તની જઘન્ય પોરસી થાય છે. જ્યારે અઢાર મુહૂર્તની મોટામાં મોટી રાત્રિ હોય છે અને બાર મુહૂર્તનો નાનામાં નાનો દિવસ હોય છે ત્યારે સાડા ચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ રાત્રિ-પોરસી અને ત્રણ મુહૂર્તની જઘન્ય દિવસ પોરસી થાય છે. | ७ कया णं भंते ! उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालस-मुहुत्ता राई भवइ ? कया वा उक्कोसिया अट्ठारस मुहुत्ता राई भवइ, जहण्णए दुवालस-मुहुत्ते दिवसे भवइ ?
सुदंसणा ! आसाढपुण्णिमाए उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता राई भवइ । पोसपुण्णिमाए णं उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहण्णए दुवालस-मुहुत्ते दिवसे भवइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અઢાર મુહૂર્તનો ઉત્કૃષ્ટ દિવસ તથા બાર મુહૂર્તની જઘન્ય રાત્રિ ક્યારે થાય છે? અને અઢાર મુહૂર્તની ઉત્કૃષ્ટ રાત્રિ અને બાર મુહૂર્તનો જઘન્ય દિવસ ક્યારે થાય છે?
ઉત્તર-હે સુર્દશન! અષાઢની પૂર્ણિમાના દિવસે અઢાર મૂહુર્તનો ઉત્કૃષ્ટ દિવસ તથા બાર મુહૂર્તની જઘન્ય રાત્રિ થાય છે. પોષ માસની પૂર્ણિમાના દિવસે અઢાર મુહૂર્તની ઉત્કૃષ્ટ રાત્રિ અને બાર મુહૂર્તનો જઘન્ય દિવસ થાય છે.
८ अत्थि णं भंते ! दिवसा य राइओ य समा चेव भवंति ? सुदंसणा ! हता, अत्थि । कया णं भंते ! दिवसा य राईओ य समा चेव भवंति ?
सुदंसणा ! चित्तासोयपुण्णिमासु णं एत्थ णं दिवसा य राईओ य समा चेव भवंति, पण्णरसमुहुत्ते दिवसे पण्णरस-मुहुत्ता राई भवइ । चउभाग-मुहुत्त-भागूणा चउमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ । से तं पमाणकाले ।