________________
શતક–૧૧: ઉદ્દેશક-૧૧
૫૯૭
શતક-૧૧ : ઉદ્દેશક-૧૧
સંક્ષિપ્ત સાર
જે
આ ઉદ્દેશકમાં સુદર્શન શ્રમણોપાસકના પ્રભુ મહાવીરને પૂછેલા કાલવિષયક પ્રશ્નોના ઉત્તર અને પલ્યોપમ-સાગરોપમનું સ્વરૂપ સમજાવવા પ્રભુએ કહેલું સુદર્શન શ્રાવકના પૂર્વભવ વિષયક મહાબલકુમારનું જીવનવૃત્તાંત નિરૂપિત છે. સુદર્શન શ્રમણોપાસક - વાણિજ્યગ્રામ નામનું નગર હતું. તેમાં જીવાજીવાદિ નવ તત્ત્વના જ્ઞાતા સુદર્શન શ્રમણોપાસક રહેતા હતા. એકદા પ્રભુ મહાવીર ત્યાં પધાર્યા. સુદર્શન શ્રાવક પગે ચાલીને પાંચ અભિગમ પૂર્વક પ્રભુના દર્શનાર્થે ગયા; ધર્મોપદેશ સાંભળ્યો. ત્યાર પછી તેણે પ્રભુને કાલ વિષયક પ્રશ્નો પૂછ્યા. કાલ – કાલના ચાર પ્રકાર છે. પ્રમાણ કાલ, યથાયુષ્યનિવૃત્તિ કાલ, મરણકાલ, અદ્ધાકાલ. પ્રમાણકાલઃ- જે કાલથી દિવસ-રાત્રિ, વર્ષાદિનું પ્રમાણ જણાય તે પ્રમાણમાલ છે. તેના બે ભેદ છે. દિવસ પ્રમાણકાલ અને રાત્રિ પ્રમાણમાલ.
સૂર્યની મંડલાકાર ગતિના આધારે દિવસ અને રાત્રિનું કાલમાન નિશ્ચિત થાય છે. સૂર્ય જ્યારે આવ્યંતર મંડળમાં ગતિ કરતો હોય, ત્યારે દિવસ મોટો અને રાત્રિ નાની હોય છે. આત્યંતર મંડલથી ક્રમશઃ બાહ્ય મંડલ પર ગતિ કરે, ત્યારે દિવસ ક્રમશઃ ઘટતો જાય અને રાત્રિ વધતી જાય છે. આ રીતે સૂર્યની ગતિના આધારે રાત-દિવસમાં વધઘટ થયા જ કરે છે.
દિવસ અને રાત્રિ બંને મળીને ૩૦ મુહૂર્ત થાય છે. સહુથી મોટામાં મોટો ૧૮ મુહૂર્તનો દિવસ અષાઢી પૂર્ણિમાના દિવસે હોય છે, ત્યારે રાત્રિ ૧૨ મુહૂર્તની હોય છે. ત્યારપછી ક્રમશઃ ઘટતા આસો માસની પૂર્ણિમા અને ચૈત્રી પૂર્ણિમાએ દિવસ અને રાત્રિ બંને સમાન ૧૫ મુહૂર્તના હોય છે અને સહુથી નાનામાં નાનો ૧૨ મુહૂર્તનો દિવસ પોષ સુદ પૂનમે હોય છે. ત્યારે રાત્રિ ૧૮ મુહૂર્તની હોય છે.
દિવસ કે રાત્રિના ચોથા ભાગને એક પ્રહર(પારસી) કહે છે. દિવસ અને રાત્રિના કાલમાનના વધઘટ સાથે પોરસીના કાલમાનમાં પણ વધઘટ થયા જ કરે છે.
સૂર્યની ગતિ અને દિવસ-રાત્રિના કાલમાનમાં થતી વધઘટની ગણના કરતા પ્રતિદિન લગભગ ૧ મિનિટની વધઘટ થાય છે. યથાયુષ્યનિવૃતિ કાલ - જીવે બાંધેલા આયુષ્યના કાલમાનને યથાયુનિવૃત્તિકાલ કહે છે. મરણ કાલ – જે સમયે શરીર અને જીવ જુદા પડે તેને મરણ કાલ કહે છે. અદ્ધાકાલ – સમય, આવલિકાથી લઈને પલ્યોપમ અને સાગરોપમ સુધીના કાલને અદ્ધાકાલ કહે છે. જીવોની સ્થિતિ અદ્ધાકાલથી મપાય છે.