________________
શ્રી ભગવતી સૂત્ર૩
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા લોકના એક આકાશ પ્રદેશ પર જઘન્ય પદમાં રહેલા જીવ પ્રદેશો છે. તેથી સર્વ જીવો અસંખ્યાત ગુણા છે, તેથી એક આકાશ પ્રદેશ પર ઉત્કૃષ્ટ પદમાં રહેલા જીવ પ્રદેશો વિશેષાધિક છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચન :
ve
પ્રસ્તુત સૂત્રોમાં આકાશના એક પ્રદેશ પર અનેક જીવ પ્રદેશો હોવા છતાં પરસ્પર બાધા-પીડા પહોંચાડતા નથી તે વિષયને નર્તકીના દષ્ટાંતથી સમજાવ્યો છે. જે રીતે એક નર્તકીને હજારો લોકો જુએ છે. તે હજારો દષ્ટિઓ નર્તકીને બાધા પીડા પહોંચાડતી નથી, નર્તકી તે દષ્ટિઓને બાધા પીડા પહોંચાડતી નથી અને પ્રેક્ષકોની હજારો દષ્ટિઓ પરસ્પર બાધા પીડા પહોંચાડતી નથી, તે જ રીતે એક આકાશ પ્રદેશ પર વિવિધ જીવોના દેશ-પ્રદેશો અને અજીવ દ્રવ્ય રહી શકે છે, તેમાં પરસ્પર કોઈને કોઈ પ્રકારની બાધા પીડા થતી નથી. કારણકે તેમાં કેટલાક સૂક્ષ્મ જીવો હોય છે, કેટલાક સ્થૂલ શરીર રહિત વાટે વહેતા જીવો હોય છે, તે ઉપરાંત અરૂપી અજીવ દ્રવ્યના પ્રદેશો હોય છે. તે સર્વ અરૂપી દ્રવ્યો છે અને જે રૂપી પુદ્ગલ દ્રવ્ય હોય તે પણ સૂક્ષ્મ પરિણત હોવાથી પરસ્પર બાધક બનતા નથી. આ રીતે જીવ અને અજીવ દ્રવ્ય વિવિધ અપેક્ષાઓથી એક આકાશ પ્રદેશ પર અવગાહના પામી શકે છે. તે સર્વ એક સાથે રહી શકે છે.
:
સર્વ જીવો અને એક આકાશ પ્રદેશ પર રહેલા જીવપ્રદેશોનું અલ્પબદ્ધુત્વ – આ લોકમાં અનંતાનંત જીવો છે અને એક આકાશ પ્રદેશ પર પણ જીવના અનંતપ્રદેશો હોય છે. તેમ છતાં લોકના કોઇક વિભાગમાં અલ્પ જીવો હોવાથી જીવપ્રદેશો અલ્પ હોય અને કોઇક વિભાગમાં સર્વ દિશાઓમાંથી સર્વ જીવોનું ગમનાગમન થઈ શકે તેમ હોય ત્યાં અધિક જીવપ્રદેશો હોય છે. તેથી તેમાં અલ્પબહુત્વ ઘટિત થાય છે. (૧) તેમાં સર્વથી ઘોડા એક આકાશ પ્રદેશ પર જઘન્ય પદે રહેલા જીવપ્રદેશો છે. જેમ કે લોકના નિષ્કુટ(ખુણારૂપ) વિભાગમાં ત્રસ જીવો ન હોવાથી તેના પ્રદેશો પણ હોતા નથી. તેથી તે સર્વથી ઘોડા છે. (૨) તેનાથી સર્વ જીવો અસંખ્યાતગુણા છે. એક આકાશ પ્રદેશ પર જઘન્ય અનંત જીવપ્રદેશો છે અને સર્વ જીવો અનંતાનંત છે. તેથી તે અસંખ્યાત ગુણા થાય છે. (૩) તે સર્વ જીવો કરતાં એક આકાશ પ્રદેશ પર ઉત્કૃષ્ટ પદે રહેલા જીવ પ્રદેશો વધી જાય છે તેથી તે વિશેષાધિક થાય છે.
અહીં એક આકાશ પ્રદેશના કથનમાં લોકના કોઇપણ આકાશ પ્રદેશની અપેક્ષા થઈ શકે છે. જેમાં જઘન્યપદે સર્વથી ન્યૂન આત્માઓના પ્રદેશ હોય અને ઉત્કૃષ્ટ પદે જેમાં સર્વથી અધિક આત્માઓના પ્રદેશ હોય, તેવા આકાશ પ્રદેશની અપેક્ષા સમજવી અર્થાત્ કોઈ એક જ નિશ્ચિત આકાશ પ્રદેશની અપેક્ષા નથી.
|| શતક-૧૧/૧૦ સંપૂર્ણ ॥