________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-૧૦.
| ૫૯૫ |
ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! લોકના એક આકાશ પ્રદેશ પર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોના અને અનિન્દ્રિય જીવોના જે પ્રદેશ છે, શું તે સર્વ અન્યોન્ય બદ્ધ છે, અન્યોન્ય સ્પષ્ટ છે યાવત અન્યોન્ય સંબદ્ધ છે? હે ભગવન્! તે પરસ્પર એક બીજાને આબાધા(પીડા) અને વ્યાબાધા (વિશેષ પીડા) ઉત્પન્ન કરે છે, તથા તેના અવયવોનો છેદ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! તે શકય નથી.
પ્રશ્ન- હે ભગવનું ! તેનું શું કારણ છે કે, એક આકાશ પ્રદેશ પર રહેલા જીવ પ્રદેશો પરસ્પર પીડા પહોંચાડતા નથી અને અવયવોનો છેદ કરતા નથી ?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે કોઈ શ્રૃંગારિત અને ઉત્તમ વેષવાળી યાવત મધુર કંઠવાળી નર્તકી સેંકડો અને લાખો વ્યક્તિઓથી પરિપૂર્ણ રંગસ્થલીમાં (રંગમંડપમાં) બત્રીશ પ્રકારના નાટ્યોમાંથી કોઈ એક નાટક બતાવે છે, ત્યારે હે ગૌતમ! તે નર્તકીને દર્શકો શું અનિમેષ દષ્ટિથી ચારે તરફથી જુએ છે? હા, ભગવન્! દર્શકો તેને અનિમેષ દૃષ્ટિથી જુએ છે.
હે ગૌતમ! તેમની દષ્ટિએ તે નર્તકીની ચારે તરફ પડે છે? હા, ભગવન્! તેમની દષ્ટિઓ નર્તકી પર ચારે તરફથી પડે છે. હે ગૌતમ ! શું તે દર્શકોની તે દષ્ટિઓ તે નર્તકીને કોઈ પ્રકારની બાધા અથવા વિશેષ બાધા પહોંચાડે છે કે તેના અવયવનો છેદ કરે છે? હે ભગવન્! તેમ શકય નથી.
હે ગૌતમ! તે નર્તકી, તે દષ્ટિઓને કોઈ પ્રકારની બાધા પીડા ઉત્પન્ન કરે છે કે તેના અવયવનો છેદ કરે છે? હે ભગવન્! તેમ પણ શકય નથી.
હે ગૌતમ ! તે દષ્ટિઓ પરસ્પર એક બીજાને કોઈ પ્રકારની બાધા પીડા ઉત્પન્ન કરે છે કે તેના અવયવનો છેદ કરે છે? હે ભગવન્! તેમ પણ શકય નથી.
હે ગૌતમ! આ રીતે જીવોના આત્મ-પ્રદેશો પરસ્પર બદ્ધ, સ્પષ્ટ અને સંબદ્ધ હોવા છતાં પણ પરસ્પર આબાધા, વ્યાબાધા ઉત્પન્ન કરતા નથી અને અવયવનો છેદ કરતા નથી. २२ लोयस्स णं भंते! एगम्मि आगासपएसे जहण्णपए जीवपएसाए उक्कोसपए जीवपएसाणं, सव्वजीवाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा! सव्वत्थोवा लोयस्स एगम्मि आगासपएसे जहण्णपए जीवपएसा, सव्वजीवा असंखेज्जगुणा, उक्कोसपए जीवपएसा विसेसाहिया ॥ सेवं भंते! સેવં મતે ! I
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! લોકના એક આકાશ પ્રદેશ પર જઘન્ય પદમાં રહેલા જીવ પ્રદેશો ઉત્કૃષ્ટ પદમાં રહેલા જીવ પ્રદેશો અને સર્વ જીવો, તેમાંથી કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?