________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-૧૦
૫૮૯]
पंचिंदिएसु, अणिदिएसु तियभंगो । जे अजीवा ते दुविहा पण्णत्ता, तंजहा- रूवी अजीवा य अरूवी अजीवा य । रूवी तहेव, जे अरूवी अजीवा ते पंचविहा पण्णत्ता, तंजहा- णो धम्मत्थिकाए धम्मत्थिकायस्स देसे, धम्मत्थिकायस्स पएसे, एवं अहम्मत्थिकायस्स वि, अद्धासमए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અધોલોક ક્ષેત્રલોકના એક આકાશપ્રદેશમાં શું જીવ છે, જીવોના દેશ છે, જીવોના પ્રદેશ છે, અજીવ છે, અજીવોના દેશ છે, અજીવોના પ્રદેશ છે?
ઉત્તર– હે ગૌતમ! જીવ નથી, પરંતુ જીવોના દેશ છે, જીવોના પ્રદેશો છે; અજીવો છે, અજીવોના દેશ છે અને અજીવોના પ્રદેશો છે. તેમાં જે જીવોના દેશ છે, તે નિયમથી (૧) એકેન્દ્રિય જીવોના દેશ છે, (૨) એકેન્દ્રિય જીવોના દેશ અને બેઇન્દ્રિય જીવનો એક દેશ છે (૩) એકેન્દ્રિય જીવોના દેશ અને બેઇન્દ્રિય જીવોના દેશ છે, આ રીતે મધ્યમ ભંગ રહિત (એકેન્દ્રિય જીવોના દેશ અને બેઇન્દ્રિય જીવના દેશ, આ મધ્યમ ભંગથી રહિત) ત્રણ ભંગ છે. યાવતું એકેન્દ્રિય જીવોના દેશ અને અનિન્દ્રિય જીવોના દેશ છે. તેમાં જે જીવના પ્રદેશ છે, તે નિયમતઃ (૧) એકેન્દ્રિય જીવોના પ્રદેશ છે (૨) એકેન્દ્રિય જીવોના પ્રદેશ અને એક બેઇન્દ્રિય જીવના પ્રદેશ છે (૩) એકેન્દ્રિય જીવોના પ્રદેશ અને બેઇન્દ્રિય જીવોના પ્રદેશ છે. આ રીતે પંચેન્દ્રિય સુધી પ્રથમ ભંગ સિવાય દ્વિ સંયોગી બે-બે ભંગ કહેવા જોઈએ. અનિયિમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. તેમાં જે અજીવ છે, તેના બે પ્રકાર છે યથા– રૂપી અજીવ અને અરૂપી અજીવ. રૂપી અજીવોનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. અરૂપી અજીવના પાંચ પ્રકાર કહ્યા છે. યથા– (૧) ધર્માસ્તિકાયનો દેશ (૨) ધર્માસ્તિકાયનો પ્રદેશ (૩) અધર્માસ્તિકાયનો દેશ (૪) અધર્માસ્તિકાયનો પ્રદેશ અને (૫) અદ્ધા સમય. १६ तिरियलोयखेत्तलोयस्स णं भंते ! एगम्मि आगासपएसे किं जीवा, पुच्छा?
गोयमा ! जहा अहोलोयखेत्तलोयस्स तहेव । एवं उड्डलोयखेत्तलोयस्स वि, णवर अद्धासमओ णत्थि, अरूवी चउव्विहा । लोयस्स जहा अहोलोयखेत्तलोयस्स एगम्मि आगासपएसे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તિર્યગુલોક ક્ષેત્રલોકના એક આકાશપ્રદેશ પર જીવ છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે અધોલોક ક્ષેત્રલોકના વિષયમાં કહ્યું છે, તે જ રીતે અહીં પણ જાણવું જોઈએ. આ જ રીતે ઊર્ધ્વલોક ક્ષેત્રલોકના એક આકાશ પ્રદેશના વિષયમાં પણ જાણવું જોઈએ પરંતુ ત્યાં અદ્ધા સમય નથી, તેથી ત્યાં ચાર પ્રકારના અરૂપી અજીવ છે. સંપૂર્ણ લોકના એક આકાશ પ્રદેશનું કથન અધોલોક ક્ષેત્રલોકના એક આકાશ પ્રદેશના કથનની સમાન જાણવું જોઈએ. |१७ अलोयस्स णं भंते ! एगंमि आगासपएसे किं जीवा, पुच्छा?
गोयमा ! णो जीवा, णो जीवदेसा, तं चेव जाव अणंतेहिं अगरुयलहुय