________________
૫૯૦
શ્રી ભગવતી સૂત્ર–૩
गुणेहिं संजुत्ते सव्वागासस्स अनंतभागूणे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અલોકના એક આકાશ પ્રદેશ પર જીવ છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર– હે ગૌતમ ! ત્યાં જીવ નથી, જીવોના દેશ નથી, ઇત્યાદિ પૂર્વવત્ જાણવું જોઈએ, યાવત્ અલોક અનંત અગુરુલઘુ ગુણોથી સંયુક્ત છે અને તે સર્વાકાશનો અનંતમો ભાગ ન્યૂન છે.
१८ दव्वओ णं अहेलोयखेत्तलोए अणंताइं जीवदव्वाइं, अणंताइं अजीवदव्वाई, अणंता जीवाजीवदव्वा । एवं तिरियलोयखेत्तलोए वि । एवं उड्डलोयखेत्तलोए वि । दव्वओ णं अलोए णेवत्थि जीवदव्वा, णेवत्थि अजीवदव्वा, णेवत्थि जीवाजीवदव्वा, एगे अजीवदव्वदेसे जाव सव्वागासअनंतभागूणे । कालओ
अहेलोयखेत्तलोए - ण कयाइ णासि जावणिच्चे । एवं जाव अलोए । भावओ णं अहेलोयखेत्तलोए अणंता वण्णपज्जवा, एवं जहा खंदए जाव अनंता अगरुयलहुयपज्जवा, एवं जाव लोए । भावओ णं अलोए णेवत्थि वण्णपज्जवा जाव णेवत्थि गरुयलहुयपज्जवा, एगे अजीवदव्वदेसे जाव अनंतभागूणे ।
ભાવાર્થ :- દ્રવ્યથી અધોલોક ક્ષેત્રલોકમાં અનંત જીવ દ્રવ્ય છે, અનંત અજીવ દ્રવ્ય છે અને અનંત જીવાજીવ દ્રવ્ય છે. આ જ રીતે તિર્યશ્લોક ક્ષેત્રલોકમાં અને ઊર્ધ્વલોક ક્ષેત્રલોકમાં પણ જાણવું જોઈએ. દ્રવ્યથી અલોકમાં જીવ દ્રવ્ય નથી, અજીવ દ્રવ્ય નથી, જીવાજીવ દ્રવ્ય નથી, અજીવ દ્રવ્યનો એક દેશ છે, યાવત્ તે સર્વાકાશનો અનંતમો ભાગ ન્યૂન છે.
કાલથી અધોલોક ક્ષેત્રલોક ક્યારે ય ન હતો, તેમ નથી અર્થાત્ ભૂતકાલમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. તે નિત્ય છે. આ જ રીતે યાવત્ અલોકના વિષયમાં પણ કહેવું જોઈએ. ભાવથી અધોલોક ક્ષેત્રલોકમાં અનંત વર્ણ પર્યાય છે; ઈત્યાદિ શતક-૨/૧ કથિત સ્કંદક પ્રકરણાનુસાર જાણવું જોઈએ, તે અનંત અગુરુલઘુ પર્યાયયુક્ત છે, આ રીતે લોક પર્યંત જાણવું જોઈએ. ભાવથી અલોકમાં વર્ણ, ગંધ આદિ પર્યાય નથી, યાવત્ ગુરુલઘુ પર્યાય નથી, પરંતુ એક અજીવ દ્રવ્યના દેશ, પ્રદેશ અનંત અગુરુ-લઘુગુણોથી સંયુક્ત છે અને તે સર્વાકાશના અનંતમો ભાગ ન્યૂન છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અધોલોકાદિ ક્ષેત્રના એક આકાશ પ્રદેશ પર જીવ, અજીવ દ્રવ્યો– તેના દેશ, પ્રદેશની પ્રરૂપણા કરી છે. તેનો નિષ્કર્ષ એ જ છે કે ત્રણે લોકના એક આકાશપ્રદેશમાં જીવ નથી, પરંતુ જીવના દેશ અને પ્રદેશ હોય છે. અજીવ દ્રવ્યમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના દેશ, પ્રદેશ અને અહ્લાસમય (કાલ) હોય છે. ઉર્ધ્વલોકમાં કાલ દ્રવ્ય નથી અને અલોકમાં અજીવ દ્રવ્યના દેશ અને પ્રદેશ હોય છે. તેની ભંગ સંખ્યાનું સ્પષ્ટીકરણ શતક-૧૦/૧ અનુસાર સમજવું.