________________
શ્રી ભગવતી સૂત્ર–૩
ત્રણે દ્રવ્યોના દેશ અને પ્રદેશ તે છ અને અટ્ઠા સમય કાલ, તેમ સાત અરૂપી અજીવના ભેદ છે. જીવ, જીવના દેશ, જીવના પ્રદેશ તે ત્રણ ભેદ છે અને રૂપી અજીવના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ તે ચારે ભેદ હોય છે. આ રીતે અધોલોક અને તિર્યક્ લોકમાં અરૂપી અજીવના સાત ભેદ, રૂપી અજીવના ચાર ભેદ અને જીવના ત્રણ ભેદ હોય છે. પરંતુ ઊર્ધ્વલોકમાં સૂર્ય ચંદ્રાદિ ન હોવાથી અટ્ઠા સમય(કાલ) નથી તેથી ત્યાં અરૂપી અજીવના છ ભેદ હોય છે.
લોક અને દિશા સંબંધમાં વિચારણા :
૫૮૮
શતક-૧૦/૧માં અધો-ઊર્ધ્વ દિશામાં જીવ-અજીવના ભેદનું કથન છે અને પ્રસ્તુત પ્રસંગમાં અધો-ઊર્ધ્વ લોકમાં જીવ-અજીવના ભેદનું કથન છે. આ બંને સ્થળોને જોતાં– (૧) ઊર્ધ્વ-અધોલોકમાં જીવ અને જીવના દેશ, પ્રદેશ ત્રણે ય હોય છે. કારણ કે તે ક્ષેત્ર અસંખ્ય પ્રદેશાત્મક છે અને ઊર્ધ્વ-અધોદિશા ચાર પ્રદેશાત્મક હોય છે, તેથી ત્યાં જીવનો નિષેધ છે તથા તેના દેશ અને પ્રદેશનું કથન છે.
ન
(૨) ઊર્ધ્વલોકમાં સૂર્યના પ્રકાશનું પ્રવર્તન ન હોવાથી ત્યાં કાલનો નિષેધ છે. જ્યારે મહાવિદેહ ક્ષેત્રની સલિલાવતી અને વપ્રા વિજયની અપેક્ષા અધોલોકમાં કાલની ગણના છે.
અધોદિશા ચાર પ્રદેશી છે. ત્યાં સૂર્યના પ્રકાશનું પ્રવર્તન ન હોવાથી તેમાં કાલનો નિષેધ છે, ઊંચી દિશા ઉપર તરફ જતી મેરુના સ્ફટિક કાંડમાં થઈને ઊર્ધ્વલોકાંત સુધી જાય છે અને તે ચાર પ્રદેશી હોય છે. મેરુના સ્ફટિક કાંડમાં સૂર્ય પ્રકાશનું પ્રવર્તન હોવાથી ઊર્ધ્વ દિશામાં કાલ છે.
સંક્ષેપમાં (૧) અધો-ઊર્ધ્વદિશામાં જીવ નથી. તેના દેશ, પ્રદેશ હોય છે પરંતુ અધો-ઊર્ધ્વલોકમાં જીવ, જીવના દેશ અને પ્રદેશ ત્રણે ય હોય છે. (૨) અધોદિશામાં કાલ દ્રવ્ય નથી પરંતુ અધોલોકમાં કાલદ્રવ્ય છે. (૩) ઊર્ધ્વલોકમાં કાલદ્રવ્યનો નિષેધ છે પરંતુ ઊદિશામાં કાલદ્રવ્ય છે.
અધોલોકાદિના એક પ્રદેશમાં જીવાદિની પ્રરૂપણા ઃ
१५ अहेलोय - खेत्तलोयस्स णं भंते ! एगम्मि आगासपएसे किं जीवा, जीवदेसा, નીવળપ્તા; મનીવા, અનીવવેત્તા, અનીવપણ્ણા ?
गोमा ! णो जीवा, जीवदेसा वि जीवपएसा वि; अजीवा वि अजीवदेसा वि अजीवपएसा वि । जे जीवदेसा ते णियमा एगिंदिय देसा, अहवा एगिंदियदेसा य बेइंदियस्स देसे, अहवा एगिंदियदेसा य बेइंदियाण य देसा । एवं मज्झिल्लविरहिओ जाव अहवा एगिंदियदेसा य अणिदियदेसा य ।
जे जीवपसा ते णियमा एगिंदियपएसा; अहवा एगिंदियपएसा य बेइंदियस्स पएसा, अहवा एगिंदियपएसा य बेइंदियाण य पएसा, एवं आइल्लविरहिओ जाव