________________
શતક–૧૧: ઉદ્દેશક-૧૦
૫૮૭
અહીં જાણવું જોઈએ. વિશેષમાં અહીં અરૂપી અજીવના સાત ભેદ કહેવા જોઈએ, ધર્માસ્તિકાય અને તેના પ્રદેશ, અધર્માસ્તિકાય અને તેના પ્રદેશ, (આકાશસ્તિકાયનો સ્કંધ નથી) આકાશાસ્તિકાયનો દેશ, અને આકાશાસ્તિકાયના પ્રદેશ તેમજ અટ્ઠા સમય. શેષ પૂર્વવત્ જાણવું જોઈએ.
૪ અલોપ ” મતે !જિનીવા, નીવવેત્તા, નીવપણ્ણા ?
गोयमा ! जहा अत्थिकायउद्देसए अलोगागासे, तहेव णिरवसेसं जाव अनंतભામૂળે ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અલોકમાં શું જીવ છે, જીવ દેશ છે, જીવ પ્રદેશ છે ?
ઉત્તર– હે ગૌતમ ! બીજા શતકના દશમા ‘અસ્તિ’ ઉદ્દેશકમાં જે રીતે અલોકાકાશના વિષયમાં કહ્યું, તે રીતે અહીં પણ જાણવું જોઈએ, યાવત્ તે સર્વાકાશનો અનંતમો ભાગ ન્યૂન છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં લોક-અલોકમાં જીવ, અજીવ દ્રવ્યના અસ્તિત્વ-નાસ્તિત્વનું નિરૂપણ છે. લોકમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય :– લોકમાં ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયના પ્રદેશ, અધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના પ્રદેશ, આકાશાસ્તિકાયનો દેશ, આકાશસ્તિકાયના પ્રદેશ અને અટ્ઠા સમય કાલ. તે અરૂપી અજીવ દ્રવ્યોના સાત ભેદ છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય બંને દ્રવ્યો લોકવ્યાપી છે. તેથી તે બંને દ્રવ્યો સંપૂર્ણ લોકમાં દ્રવ્યરૂપે હોય છે. પરંતુ તે બંને દ્રવ્યોના દેશ સંપૂર્ણ લોકમાં હોતા નથી. કારણ કે દેશ અખંડ દ્રવ્યના એક ખંડવિભાગરૂપ છે. તે બંને દ્રવ્યો લોકમાં અસંખ્ય પ્રદેશાત્મક હોવાથી તેના પ્રદેશ હોય છે.
આકાશાસ્તિકાય લોકાલોક વ્યાપક, અખંડ, એક દ્રવ્ય છે. તેથી લોકમાં તે સંપૂર્ણરૂપે(અખંડરૂપે) નથી પરંતુ તેનો ખંડ– એક વિભાગ છે, તેથી લોકમાં આકાશાસ્તિકાયનો દેશ છે અને તેના અસંખ્યાત પ્રદેશ છે. અટ્ઠા સમય (કાલ) લોકમાં છે. આ રીતે લોકમાં અરૂપી અજીવના સાત પ્રકાર છે. તેમજ જીવ, જીવના દેશ, જીવના પ્રદેશ લોકમાં છે. રૂપી અજીવના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ તે ચારે ય ભેદ લોકમાં હોય છે. અલોકમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય :– અલોકમાં આકાશાસ્તિકાય એક જ દ્રવ્યના દેશ અને પ્રદેશ છે અન્ય જીવ કે અજીવ દ્રવ્ય ત્યાં નથી. અલોક સર્વાકાશના અનંતમા ભાગે ન્યૂન છે અર્થાત્ તે લોક પ્રમાણ ન્યૂન છે. તે આકાશ દ્રવ્ય અનંત અગુરુ લઘુગુણથી યુક્ત છે.
અધોલોકાદિમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય :– પ્રસ્તુત સૂત્રમાં તેની વક્તવ્યતા માટે પૂર્વદિશાનો અતિદેશ કર્યો છે. તદનુસાર ત્યાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય અખંડ રૂપે નથી કારણ કે અધોલોક, ઊર્ધ્વલોક કે તિર્યશ્લોક, લોકના એક વિભાગ રૂપે છે. તેથી અધોલોકાદિમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય તે