________________
૫૮૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ઊર્ધ્વલોક – તિર્યલોકની ઉપરના લોકને ઊર્ધ્વલોક કહે છે. તે સાત રજજુથી કંઈક ન્યૂન છે.(૧ થી ૧૨) તેમાં ૧૨ દેવલોક, (૧૩) નવ રૈવેયક વિમાન, (૧૪) પાંચ અનુત્તરવિમાન, (૧૫) સિદ્ધશિલા છે. તે સર્વે ક્રમશઃ ઉપર ઉપર છે. તેથી તેના ૧૫ પ્રકાર છે. તે સર્વ મળી ઊદ્ગલોકનું સંસ્થાન ઊર્ધ્વમૃદંગના આકારે છે. અલોક - લોકની ચારે બાજુ અલોક છે. તે અનંત છે. ત્યાં આકાશ સિવાયના અન્ય કોઈ પણ દ્રવ્ય કે કોઈ સ્થાન નથી. તેનું સંસ્થાન પોલા ગોળાની સમાન છે. લોકમાં જીવ-અજીવાદિની પ્રરૂપણા - | ११ अहोलोय-खेत्तलोए णं भंते ! किं जीवा, जीवदेसा, जीव पएसा ?
गोयमा ! जहा इंदा दिसा वण्णिया तहेव णिरवसेसं भाणियव्वं जाव अद्धासमए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અધોલોક ક્ષેત્રલોકમાં શું જીવ છે, જીવના દેશ છે, જીવના પ્રદેશ છે, અજીવ છે, અજીવના દેશ અને અજીવના પ્રદેશ છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે દશમા શતકના પ્રથમ ઉદ્દેશકમાં ઐન્દ્રીદિશાના વિષયમાં કહ્યું, તે જ રીતે અહીં પણ સર્વ વર્ણન કરવું જોઈએ કાવત અાસમય(કાલ) છે. | १२ तिरियलोयखेत्तलोए णं भंते ! किं जीवा, जीवदेसा, जीवपदेसा?
गोयमा ! जहा अहोलोए तह चेव । एवं उड्डलोयखेत्तलोए वि, णवरं अरूवी छव्विहा, अद्धासमओ णत्थि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તિર્યલોકમાં શું જીવ છે, જીવદેશ છે, જીવ પ્રદેશ છે.?
ઉત્તર- હે ગૌતમ! અધોલોકના વર્ણનની જેમ જાણવું જોઈએ, આ જ રીતે ઊર્ધ્વલોક ક્ષેત્રલોકના વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે ઊર્ધ્વલોકમાં અરૂપી અજીવના છ ભેદ છે કારણ કે ત્યાં કાલ નથી. १३ लोए णं भंते ! किं जीवा, जीवदेसा, जीवपदेसा? ___ गोयमा ! जहा बिईयसए अत्थिउद्देसए लोयागासे, णवरं अरूवी सत्तविहा जाव अहम्मत्थिकायस्स पएसा, णोआगासत्थिकाए, आगासत्थिकायस्स देसे, आगासत्थि-कायपएसा, अद्धासमए, सेसं तं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લોકમાં શું જીવ છે, જીવ દેશ છે, જીવ પ્રદેશ છે? ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ ! બીજા શતકના દશમા “અસ્તિ’ ઉદ્દેશકમાં લોકાકાશના વિષય-વર્ણન અનુસાર