________________
શતક–૧૧: ઉદ્દેશક-૧૦
९ लोए णं भंते ! किंसंठिए पण्णत्ते ?
ગોયમા !સુપફ્ફાસવિદ્ નોર્ પળત્તે, તંઽહા– ફ્રા વિ∞િળે, મો સવિત્ત, जहा सत्तमसए पढमुद्देसए जाव अंत करेइ ।
૫૮૫
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! લોકનું સંસ્થાન કેવું છે ?
ઉત્તર– હે ગૌતમ ! સુપ્રતિષ્ઠિત સરાવલાના આકારે છે. યથા– નીચેથી પહોળો, મધ્યમાં સંક્ષિપ્ત છે. ઇત્યાદિ સાતમા શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા અનુસાર જાણવું જોઈએ. ઉત્પન્ન જ્ઞાન-દર્શનના ધારક કેવળજ્ઞાની લોકને જાણે છે, ત્યાર પછી તે સિદ્ધ થાય છે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરે છે.
૨૦ અલોપ્ ા મતે ! િસનિ પળત્તે ? નોયમા ! ન્રુસિનો-સવિદ્ પળત્તા ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અલોકનું સંસ્થાન કેવું છે ? ઉત્તર– હે ગૌતમ ! અલોકનું સંસ્થાન પોલા ગોળાની સમાન કહ્યું છે.
વિવેચન :
પ્રસ્તુતમાં લોક અને અલોકના સંસ્થાનનું નિરૂપણ કર્યું છે.
લોક સંસ્થાન :– શકોરા-સરાવલા જેવું છે. નીચે એક ઊંધુ શકોરું(કોડીયું), તેના ઉપર સીધું અને ફરી તેના ઉપર ઊંધુ શકોરું રાખતાં જે આકાર બને છે તેવો લોકનો આકાર છે અથવા લોક પુરુષાકારે સંસ્થિત છે.
=
લોકનું પરિમાણ • લોક ઊંચાઈની અપેક્ષાએ ચૌદ રજ્જુ પ્રમાણ છે. નીચે સાત રજ્જુ પહોળો, મધ્યમાં સાત રજ્જુની ઊંચાઈએ એક રજ્જુ સાંકડો થાય છે. ત્યાર પછી ક્રમશઃ પહોળો થતાં ૧૦ ફૈ રજ્જુની ઊંચાઈએ લોક ૫ રજજુ પહોળો થાય છે. ત્યાર પછી સાંકડો થતાં ૧૪ રજજુની ઊંચાઈએ એક રજજુ પહોળો થાય છે.
--
તિર્થંગ્ લોક :– સુમેરુ પર્વતની મધ્યમાં આઠ રુચક પ્રદેશ છે. તેના નીચેના પ્રતરની નીચે ૯૦૦ યોજન અને ઉપરના પ્રતરની ઉપર ૯૦૦ યોજન તેમ ૧૮૦૦ યોજન પ્રમાણ તિર્યશ્લોક છે. તે તિરછો પથરાયેલો હોવાથી તેને તિર્યશ્લોક કહે છે. તેમાં જંબૂદ્વીપ, લવણ સમુદ્ર, આદિ એક દ્વીપ અને એક સમુદ્ર તે રીતે સ્વયંભૂરમણ સમુદ્ર પર્યંત અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્ર છે. તેથી તેના અસંખ્ય પ્રકાર કહ્યા છે. તેનું સંસ્થાન ઝાલરના આકારે છે.
અધોલોક :– તિર્થગ્લોકની નીચેના લોકને અધોલોક કહે છે– તે સાત રજજુથી કંઈક અધિક છે. તેમાં ક્રમશઃ વિસ્તૃત એકની નીચે બીજી, તે રીતે સાત નરક આવેલી છે તે સર્વ મળીને અધોલોકનું સંસ્થાન ત્રિપાઈના આકારે છે.