________________
૫૮૪
શ્રી ભગવતી સૂત્ર–૩
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તિર્યશ્લોક ક્ષેત્રલોકના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! અસંખ્ય પ્રકાર છે. યથા– જંબુદ્વીપ તિર્યશ્લોક ક્ષેત્રલોક યાવત્ સ્વયંભૂરમણ સમુદ્ર તિર્યશ્લોક ક્ષેત્રલોક.
५ उड्डलोयखेत्तलोए णं भंते ! कइविहे पण्णत्ते ?
गोयमा ! पण्णरसविहे पण्णत्ते, तंजहा- सोहम्मकप्प-उड्डलोय-खेत्तलोए जाव अच्चुयकप्प-उड्डलोय-खेत्तलोए, गेवेज्जविमाण- उड्डलोय-खेत्तलोए, अणुत्तरविमाण उड्ढलोय - खेत्तलोए ईसिपब्भार-पुढवि-उड्डलोय-खेत्तलोए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ઊર્ધ્વલોક ક્ષેત્રલોકના કેટલા પ્રકાર છે ?
•
ઉત્તર– હે ગૌતમ ! પંદર પ્રકાર છે. યથા– (૧–૧૨) સૌધર્મકલ્પ ઊર્ધ્વલોક ક્ષેત્રલોક યાવત્ અચ્યુતકલ્પ ઊર્ધ્વલોક ક્ષેત્રલોક, (૧૩) ત્રૈવેયક વિમાન ઊર્ધ્વલોક ક્ષેત્રલોક, (૧૪) અનુત્તરવિમાન ઊર્ધ્વલોક ક્ષેત્રલોક, (૧૫) ઈષત્પ્રાક્ભારા પૃથ્વી ઊર્ધ્વલોક ક્ષેત્રલોક.
લોક-અલોકનું સંસ્થાન :
-
६ अहोलोयखेत्तलोए णं भंते ! किं संठिए पण्णत्ते ? गोयमा ! तप्पागारसंठिए पण्णत्ते ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અધોલોક ક્ષેત્રલોકનું સંસ્થાન કેવું છે? ઉત્તર– હે ગૌતમ! ત્રપા-ત્રિપાઈના
આકારે છે.
७ तिरियलोयखेत्तलोए णं भंते ! किं संठिए पण्णत्ते ? गोयमा ! झल्लरिसंठिए વળત્તે ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તિર્યશ્લોક ક્ષેત્રલોકનું સંસ્થાન કેવું છે ? ઉત્તર– હે ગૌતમ ! ઝાલરના આકારે છે.
८ उड्डलोयखेत्तलोए णं भंते ! किं संठिए पण्णत्ते ? गोयमा ! उड्डमुइंगाकारसंठिए पण्णत्ते ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઊર્ધ્વલોક ક્ષેત્રલોકનું સંસ્થાન કેવું છે? ઉત્તર- હે ગૌતમ ! ઊર્ધ્વ મૃદંગના આકારે છે.