________________
શતક–૧૧ : ઉદ્દેશક-૧૦
૫૮૧
શતક-૧૧ : ઉદ્દેશક-૧૦ સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં લોકના પ્રકાર, સંસ્થાન, પરિણામ, તેમાં અન્ય દ્રવ્યનું અસ્તિત્વ, લોક અને અલોકની વિશાળતા વગેરે વિષયોનું નિરૂપણ છે.
લોક :– છ દ્રવ્યના આધારભૂત આકાશખંડને લોક કહે છે. તે સુપ્રતિષ્ઠિત સરાવલાના આકારે છે. લોક ઘનાકારે છે, ૧૪ રજ્જુ પ્રમાણ ઊંચો, નીચે સાત રજ્જુ લાંબો-પહોળો ત્યાર પછી ક્રમશઃ ઘટતા સાત રજ્જુની ઊંચાઈ એ સાંકડો થતાં થતાં એક રજ્જુ લાંબો, પહોળો, ત્યાર પછી ક્રમશઃ વધતાં ૧૦ રજ્જુની ઊંચાઈએ પાંચ રજ્જુ લાંબો, પહોળો અને ત્યાર પછી પુનઃ ઘટતા લોકાંતે એક રજ્જુ લાંબો પહોળો થાય છે. આ રીતે લોકનું સંસ્થાન પુરુષાકારે અથવા સરાવલાના આકારે છે.
દ્રવ્યલોક :– છ દ્રવ્યરૂપ લોકને દ્રવ્યલોક કહે છે.
ક્ષેત્રલોક :– ૧૪ રજ્જુ પરિમાણ ક્ષેત્રને ક્ષેત્રલોક કહે છે. તેના ત્રણ પ્રકાર છે. અધોલોક, તિર્યશ્લોક અને ઊર્ધ્વલોક.
=
તિર્યશ્લોક :– મેરુપર્વતના આઠ રુચક પ્રદેશથી ૯૦૦ યોજન ઉપર અને ૯૦૦ યોજન નીચે, આ રીતે ૧૮૦૦ યોજનનો તિર્યશ્લોક છે. તેમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્રો છે. તિર્યઞ્લોકનું સંસ્થાન ઝાલર સમાન
છે.
અધોલોક :– તિર્યગ્લોકથી નીચે સાત રજ્જુથી કંઈક અધિક પ્રમાણ અધોલોક છે. તેમાં ક્રમશઃ વિસ્તૃત એકની નીચે બીજી તે રીતે સાત નરક પૃથ્વી છે. અધોલોકનું સંસ્થાન ત્રિપાઈ સમાન છે.
ઉર્ધ્વલોક :– તિર્યગ્લોકથી ઉપર સાત રજ્જુથી કંઈક ન્યૂન પ્રમાણ ઊર્ધ્વલોક છે. તેમાં ક્રમશઃ ઉપર ૧૨ દેવલોક, ૯ ત્રૈવેયક, પાંચ અનુત્તર વિમાન અને સિદ્ધશિલા છે. ઊર્ધ્વલોકનું સંસ્થાન ઊર્ધ્વ મૃદંગના આકારે છે. કાલલોક :– સમયાદિ કાલરૂપ લોકને કાલલોક કહે છે. સમય, આવલિકા, મુહૂર્ત આદિ તેના અસંખ્ય પ્રકાર છે.
ભાવલોક :– ઔદયિક, ઔપશમિક આદિ ભાવને ભાવલોક કહે છે.
=
અલોક :– લોકની બહાર અનંત આકાશ દ્રવ્યને અલોક કહે છે. તેમાં એક આકાશ દ્રવ્યના દેશ અને પ્રદેશ જ હોય છે, અન્ય દ્રવ્યો ત્યાં નથી. તેનું સંસ્થાન પોલા ગોળા સમાન છે.
લોકમાં અન્ય દ્રવ્યનું અસ્તિત્વ ઃ– લોકમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, તે બંને દ્રવ્ય અને તેના પ્રદેશ,