________________
૫૮૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
ઉત્તર-હે ગૌતમ! વજ8ષભનારા સંઘયણથી સિદ્ધ થાય છે. ઇત્યાદિ ઔપપાતિક સૂત્રાનુસાર સંઘયણ, સંસ્થાન, ઉચ્ચત્વ, આયુષ્ય, પરિવસન નિવાસ) યાવતુ સિદ્ધ જીવ અવ્યાબાધ શાશ્વત સુખોનો અનુભવ કરે છે તે સંપૂર્ણ વર્ણન કરવું જોઈએ.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. /
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સિદ્ધ થનાર જીવોની સંઘયણ આદિ અનેક પ્રકારની યોગ્યતાનું નિરૂપણ ઔપપાતિક સૂત્રના અતિદેશપૂર્વક કર્યું છે. મોક્ષગમનની યોગ્યતા :- સંઘયણ વજ ઋષભનારા સંઘયણ. સંસ્થાન- છ સંસ્થાનોમાંથી કોઈ પણ સંસ્થાન. ઉચ્ચત્વ-અવગાહના- જઘન્ય બે હાથ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્ય અને તીર્થકરોની અપેક્ષાએ જઘન્ય સાત હાથ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્ય. આયુષ્ય- જઘન્ય સાધિક આઠ વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ વર્ષનું આયુષ્ય. ઉપરોક્ત યોગ્યતા સંપન્ન જીવ જ સિદ્ધ થાય છે. પરિવલ(સિદ્ધ નિવાસ)સિદ્ધોનો નિવાસ સિદ્ધક્ષેત્રમાં છે. સર્વાર્થસિદ્ધ મહાવિમાનની ધ્વજાથી ૧૨ યોજન ઉપર સિદ્ધશિલા-ઈષતુ પ્રાગભારા નામની પુથ્વી છે. તે ૪૫ લાખ યોજન લાંબી પહોળી, શ્વેત, ઊજ્જવળ અને અતિ રમ્ય છે. તે સિદ્ધશિલાથી એક યોજન દૂર લોકાંત છે. તે અંતિમ યોજનના છેલ્લા ગાઉના છઠ્ઠો ભાગ અર્થાત્ ૩૩૩ ધનુષ્ય અને ૩ર અંગુલ પ્રમાણ સિદ્ધ ક્ષેત્ર છે અને ત્યાં અનંત સિદ્ધોનો નિવાસ છે. સિદ્ધના જીવો સમસ્ત દુઃખોનો અંત કરીને અનંતકાળ પર્યત શાશ્વત સુખનો અનુભવ કરતા ત્યાં જ રહે છે.
છે શતક-૧૧/૯ સંપૂર્ણ છે તે