________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-૯
| પ૭૯ ]
આ પ્રમાણે વિચાર કરીને જ્યાં તાપસીનો મઠ હતો, ત્યાં ગયા. ત્યાં જઈને તાપસીના મઠમાં પ્રવેશ કર્યો, તાપસોના મઠમાં પ્રવેશ કરીને લોઢી, લોઢાની કડાઈ, વાંસનું પાત્ર, કાવડ આદિ ઉપકરણો ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને, તાપસોના મઠમાંથી નીકળ્યા, નીકળીને વિર્ભાગજ્ઞાન રહિત તે શિવરાજર્ષિ હસ્તિનાપુર નગરની મધ્યમાંથી નીકળ્યા, નીકળીને સહસામ્રવન ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સમીપે જઈને, તેઓને ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને ન અતિ દૂર, ન અતિ નજીક હાથ જોડીને ભગવાનની ઉપાસના કરવા લાગ્યા. શ્રમણ ભગવાન મહાવીરે શિવરાજર્ષિ અને મહાપરિષદને ધર્મોપદેશ આપ્યો યાવતુ આ પ્રકારે ધર્મનું પાલન કરનાર જીવ આજ્ઞાના આરાધક થાય છે
२० तएणं से सिवे रायरिसी समणस्स भगवओ महावीरस्स अंतियं धम्म सोच्चा णिसम्म जहा खंदओ जाव उत्तरपुरस्थिमं दिसीभागं अवक्कमइ, अवक्कमित्ता सुबहु लोही लोहकडाह जाव किढिणसंकाइयगं एगते एडेइ, एडेत्ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करेत्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं जहेव उसभदत्ते तहेव पव्वइओ, तहेव इक्कारस अंगाई अहिज्जइ, तहेव सव्वं जाव सव्वदुक्खप्पहीणे ।। ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ધર્મોપદેશ સાંભળીને અને અવધારણ કરીને, શિવરાજર્ષિ, સ્કંદકની જેમ પ્રતિબોધ પામ્યા યાવત તે ઈશાનકોણમાં ગયા. ત્યાં જઈને લોઢી, લોઢાની કડાઈ, કાવડ આદિ અનેક તાપમોચિત ઉપકરણોને એકાંત સ્થાનમાં મૂકી દીધા. પછી સ્વયમેવ પંચમુષ્ઠિ લોચ કર્યો. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા. ત્યાર પછી ભગવાન મહાવીર સમીપે શિતક-૯/૩૩માં કથિત ઋષભદત્તની જેમ પ્રવ્રજ્યા અંગીકાર કરી. અગિયાર અંગનું અધ્યયન કર્યું, ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન ઋષભદત્તની સમાન જાણવું યાવતુ તે શિવરાજર્ષિ સમસ્ત દુઃખોથી મુક્ત થયા. ચરમ શરીરી જીવનું સંઘચણ આદિઃ|२१ भंते ! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- जीवा णं भंते ! सिज्झमाणा कयरम्मि संघयणे सिझति?
गोयमा! वइरोसभणारायसंघयणे सिझंति । एवं जहेव उववाइए तहेव संघयणं संठाणं उच्चत्तं आउयं च परिवसणा । एवं सिद्धिगडिया णिरवसेसा भाणियव्वा, जाव अव्वाबाहं सोक्खं अणुहोति सासयं सिद्धा ॥ सेवं भंते! सेवं भंते! ॥ ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ પ્રમાણે સંબોધન કરીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદના નમસ્કાર કરીને, આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! સિદ્ધ થનારા જીવ કયા સંઘયણથી સિદ્ધ થાય છે?