________________
શ્રી ભગવતી સૂત્ર–૩
આકાશાસ્તિકાયનો દેશ અને તેના પ્રદેશો તેમ જ અા સમય કાલ, આ રીતે અરૂપી અજીવના સાત ભેદ અને રૂપી અજીવ પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ, તે ચાર ભેદ હોય છે. તેમજ જીવ, જીવના દેશ અને જવના પ્રદેશો હોય છે.
પર
અોલોક અને ત્રિછાલોકમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના દેશ અને પ્રદેશ, તેમજ અટ્ઠા સમય કાલ, તે સાત ભેદ અરૂપી અજીવના છે. ઊર્ધ્વલોકમાં સૂર્ય, ચંદ્રાદિ ન હોવાથી અટ્ઠાસમય કાલ નથી. તેથી ત્યાં અરૂપી અજીવના છ ભેદ છે. જીવ અને પુદ્ગલનું કથન પૂર્વવત્ જાણવું. લોકની વિશાળતા :– સૂત્રકારે એક કલ્પિત દૃષ્ટાંત દ્વારા લોકની વિશાળતાને સમજાવી છે.
મેરુપર્વતની ચૂલિકા પર છ દેવો ચારે તરફ ઊભા રહે. નીચે ચાર દેવીઓ જંબૂદીપની ચારે દિશાઓમાં બલિપિંડને ફૂંકે. તે પિંડ પૃથ્વી પર પડે તે પહેલાં જ તેને પકડી શકે તેવી શીઘ્રગતિવાળા તે છએ દેવો છએ દિશાઓમાં ગમન કરે. તે હજારો, લાખો, કરોડો વર્ષ સુધી તે જ ગતિથી ગમન કરે તેમ છતાં લોકનો પાર પામી શકે નહીં. લોક આટલો વિશાળ છે.
અલોકની વિશાળતા ઃ– મેરુપર્વતની ચૂલિકા પર દશ દેવો ચારે તરફ ઊભા રહે. આઠ દેવીઓ માનુષોત્તર પર્વતની ચારે દિશા અને વિદિશામાં એક એક બલિપિંડને ફેંકે. તે પિંડ પૃથ્વી પર પડે તે પહેલાં જ તેને પકડી શકે તેવી શીઘ્રગતિથી તે દશે દેવો દશે દિશામાં ગમન કરે, કરોડો વર્ષ ગમન કરે પરંતુ અલોકના અનંતમા ભાગને જ પાર કરી શકે છે, સંપૂર્ણ અલોકનો પાર પામી શકતા નથી; અલોક આટલો વિશાળ
નર્તકીનું દૃષ્ટાંત :– એક આકાશ પ્રદેશ પર અનેક જીવોના પ્રદેશો, અજીવ દ્રવ્યોના પ્રદેશો સાથે રહેવા છતાં પરસ્પર બાધા- પીડા થતી નથી. જેમ એક નર્તકી પર હજારો લોકોની દષ્ટિ એક સાથે પડે છે. તેમ છતાં તે દષ્ટિથી નર્તકીને કે પરસ્પરને બાધા પીડા થતી નથી. તે રીતે એક જ આકારાપ્રદેશ પર રહેવા છતાં વ પ્રદેશો કે અજીવ પ્રદેશોને પણ પરસ્પર બાધા પીડા થતી નથી. કારણ કે એક આકાશ પ્રદેશ પર જે જીવો છે તે સૂક્ષ્મ છે અને અજીવ દ્રવ્યમાં ધર્માસ્તિકાય આદિ અરૂપી અજીવ દ્રવ્ય કે તેના પ્રદેશો છે અને રૂપી અજીવ પણ સૂક્ષ્મ પરિણત છે તેથી તે સર્વ એક જ આકાશપ્રદેશ પર સાથે રહી શકે છે. આ આકાશ દ્રવ્યની અવગાહના શક્તિ અને અવગાહ્ય દ્રવ્યની તથાપ્રકારની યોગ્યતા છે.
તે
આ રીતે લોકસ્વરૂપના વિસ્તૃત વિશ્લેષણપૂર્વક ઉદ્દેશક પૂર્ણ થાય છે.
܀ ܀ ܀