________________
શતક–૧૧: ઉદ્દેશક-૯
ત્યાર પછી શિવરાજર્ષિ પાસેથી આ વાત સાંભળીને અનેક મનુષ્યો આ પ્રમાણે કહે છે, સાત દ્વીપ સમુદ્રો છે, તેથી આગળ દ્વીપ-સમુદ્રનો સર્વથા અભાવ છે; તે કથન મિથ્યા છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું, પ્રરૂપણા કરું છું કે જંબુદ્રીપ આદિ દ્વીપ અને લવણ સમુદ્રાદિ સમુદ્ર, આ સર્વ એક સમાન વૃત્ત-ગોળાકારે હોવાથી આકારમાં એક સમાન છે. પરંતુ વિસ્તારમાં (એક બીજાથી બમણા-બમણા હોવાથી) તે અનેક પ્રકારના છે. ઇત્યાદિ સર્વ વર્ણન જીવાભિગમ સૂત્રાનુસાર જાણવું જોઈએ, યાવત્ હે આયુષ્યમાન્ શ્રમણો ! આ તિર્થંગ્ લોકમાં સ્વયંભૂરમણ સમુદ્ર પર્યંત અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે.
વિવેચન :
૫૭૫
પ્રસ્તુત સૂત્રોમાં શિવરાજર્ષિની વિભંગજ્ઞાન વિષયક ભ્રાન્તિનું ભગવાન દ્વારા સમાધાન થયું છે. સંતાઓ વિદ્દિવિહાળા– સંસ્થાનની અપેક્ષાએ સર્વ દ્વીપ-સમુદ્રો એક પ્રકારના છે, એક સમાન છે. અસંખ્ય દ્વીપ-સમુદ્રોની મધ્યમાં રહેલો જંબુદ્રીપ થાળીના આકારે ગોળ છે અને શેષ સર્વ દ્વીપ-સમુદ્રો ચૂડીના આકારે ગોળ છે. આ રીતે જંબુદ્વીપનું સંસ્થાન કંઇક ભિન્ન હોવા છતાં સૂત્રકારે ગોળાકારની જ મુખ્ય વિવક્ષા કરીને સર્વ દ્વીપ-સમુદ્રોનું સંસ્થાન એક સમાન કહ્યું છે.
વિસ્થાઓ અને વિજ્ઞિવિજ્ઞાળા– વિસ્તારની અપેક્ષાએ સર્વ દ્વીપ-સમુદ્રો જુદા-જુદા પ્રકારના છે.
તે એક-બીજાથી બમણા-બમણા વિસ્તારવાળા છે.
દ્વીપ-સમુદ્રગત વર્ણાદિની પ્રરૂપણા :
१३ अत्थि णं भंते ! जंबुद्दीवे दीवे दव्वाइं सवण्णाइं पि अवण्णाई पि सगंधाई पि अगंधाई पि सरसाइं पि अरसाइं पि सफासाइं पि अफासाई पि अण्णमण्णबद्धाइं अण्णमण्णपुट्ठाइं जाव घडत्ताए चिट्ठति ।
નોયમા ! હતા અસ્થિ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપ નામના દ્વીપમાં વર્ણ સહિત અને વર્ણ રહિત, ગંધ સહિત અને ગંધ રહિત, રસ સહિત અને રસ રહિત, સ્પર્શ સહિત અને સ્પર્શ રહિત દ્રવ્ય અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ યાવત્ અન્યોન્ય સંબદ્ધ છે ?
ઉત્તર– હા, ગૌતમ ! તેમજ છે.
१४ अत्थि णं भंते ! लवणसमुद्दे दव्वाइं सवण्णाई पि अवण्णाई पि सगंधाई पि अगंधाइं पि सरसाई पि अरसाइं पि सफासाइं पि अफासाइं पि अण्णमण्णबद्धाइं अण्णमण्णपुट्ठाई जाव घडत्ताए चिट्ठति ।