________________
| ५७४ |
श्री भगवती सूत्र-3
बिइयसए णियंठुद्देसए जाव घरसमुदाणस्स भिक्खायरियाए अडमाणे बहुजणसदं णिसामेइ, बहुजणो अण्णमण्णस्स एवं आइक्खइ जाव परूवेइ- एवं खलु देवाणुप्पिया! सिवे रायरिसी एवं आइक्खइ जाव परूवेइ- अत्थि णं देवाणुप्पिया! तं चेव जाव वोच्छिण्णा दीवा य समुद्दा य । से कहमेयं मण्णे एवं?
ભાવાર્થ :- કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. પરિષદ ધર્મોપદેશ સાંભળવા ગઈ. ધર્મોપદેશ સાંભળીને પાછી ફરી ગઈ. તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જયેષ્ઠ અંતેવાસી ઇન્દ્રભૂતિ અણગાર, બીજા શતકના નિગ્રંથોદ્દેશક અનુસાર ભિક્ષાને માટે અનેક ઘરમાં ફરતા હતા ત્યાં તેણે, અનેક મનુષ્યો પાસેથી વાર્તાલાપ સાંભળ્યો. તેઓ પરસ્પર કહી રહ્યા હતા કે “હે દેવાનુપ્રિયો ! શિવરાજર્ષિ આ પ્રમાણે કહે છે કે મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા છે યાવતુ આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર જ છે, ત્યાર પછી દ્વીપ સમુદ્ર નથી; આ કથન કેવી રીતે માની શકાય?” १२ तएणं भगवं गोयमे बहुजणस्स अंतियं एयमढे सोच्चा णिसम्म जायसड्डे, एवं जहा णियंठुद्देसए जावतेण परं वोच्छिण्णा दीवा य समुद्दा य, से कहमेयं भंते! एवं? गोयमा!त्ति समणे भगवं महावीरे भगवंगोयम एवं वयासी-जणंगोयमा! से बहुजणे अण्णमण्णस्स एवमाइक्खइ, तं चेव सव्वं भाणियव्वं जाववोच्छिण्णा दीवा य समुद्दा या तएणं तस्स सिवस्स रायरिसिस्स अंतिए एयमढे सोच्चा णिसम्मतं चेव सव्वं भाणियव्वं जावतेणं परं वोच्छिण्णा दीवा य समुदाय, तण्णं मिच्छा । अहं पुण गोयमा ! एवमाइक्खामि जावपरूवेमि- एवं खलु जंबुद्दीवाइया दीवा लवणाइया समुद्दा संठाणओ एगविहिविहाणा, वित्थारओ अणेगविहिविहाणा एवं जहा जीवाभिगमे जाव सयंभूरमणपज्जवसाणा अस्सि तिरियलोए असंखेज्जे दीवसमुद्दे पण्णत्ते समणाउसो! ભાવાર્થ :- અનેક મનુષ્યો પાસેથી આ કથન સાંભળીને, ગૌતમ સ્વામીને શ્રદ્ધા, સંદેહ અને કુતૂહલ ઉત્પન્ન થયા. તે નિગ્રંથોદ્દેશક (શતક-૨/૫)માં વર્ણિત વર્ણન અનુસાર ભગવાનની સેવામાં આવ્યા. આવીને આ પ્રમાણે પૂછ્યું, “હે ભગવન્! શિવરાજર્ષિ કહે છે યાવતુ સાત દ્વીપ અને સાત સમુદ્ર છે, ત્યાર પછી द्वीप-समुद्र नथी, तेनुं ते थन शुं सत्य छ ?'
ભગવાને “ગૌતમ” તેમ સંબોધિત કરીને આ પ્રમાણે કહ્યું, હે ગૌતમ ! જે અનેક લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે યાવતુ પ્રરૂપણા કરે છે ઇત્યાદિ શિવરાજર્ષિને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થવાથી લઈને તેણે તાપસ આશ્રમમાં ભંડોપકરણ રાખ્યા. હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક આદિ રાજમાર્ગો પર તે કહેવા લાગ્યા કે સાત દ્વીપ-સમુદ્રોથી આગળ દ્વીપ-સમુદ્રનો અભાવ છે. ઇત્યાદિ સર્વ પૂર્વોક્ત કથન કહેવું જોઈએ.