________________
પ૭૬ |
શ્રી ભગવતી સૂત્ર-૩
गोयमा ! हंता अस्थि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! લવણ સમુદ્રમાં વર્ણ સહિત અને વર્ણ રહિત, ગંધ સહિત અને ગંધ રહિત, રસ સહિત અને રસ રહિત, સ્પર્શસહિત અને સ્પર્શરહિત દ્રવ્યો અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ થાવત્ અન્યોન્ય સંબદ્ધ છે?
ઉત્તર- હા, ગૌતમ ! તેમજ છે. |१५ अस्थि णं भंते ! धायइसंडे दीवे दव्वाइं सवण्णाई पि एवं चेव, एवं जाव सयंभूरमणसमुद्दे ? गोयमा ! हंता, अत्थि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ધાતકીખંડમાં યાવત સ્વયંભૂરમણ સમુદ્રમાં વર્ણાદિ સહિત અને વર્ણાદિ રહિત દ્રવ્યો છે યાવત તે અન્યોન્ય સંબદ્ધ છે?
ઉત્તર– હા, ગૌતમ ! છે. १६ तएणं सा महतिमहालिया महच्चपरिसा समणस्स भगवओ महावीरस्स अंतियं एयमटुं सोच्चा णिसम्म हट्ठतुट्ठा समणं भगवं महावीरं वंदइ णमंसइ, वदित्ता णमसित्ता जामेव दिसं पाउब्भूया तामेव दिस पडिगया । ભાવાર્થ :- ત્યાર પછી તે મહાન પરિષદ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ઉપર્યુક્ત અર્થ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને, હર્ષિત અને સંતુષ્ટ થઈ ભગવાનને વંદન નમસ્કાર કર્યા અને વંદન નમસ્કાર કરીને જે દિશામાંથી આવી હતી, તે દિશામાં પાછી ગઈ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમસ્ત દીપ-સમુદ્રોમાં વર્ણાદિ સહિત અને વર્ણાદિ રહિત દ્રવ્યોની પરસ્પર સંબદ્ધતા, ગાઢ ગ્લિષ્ટતા અને અન્યોન્ય સંબદ્ધતાનું પ્રતિપાદન કર્યું છે. વર્ણાદિ સહિત અને રહિત – પુદ્ગલ દ્રવ્ય વર્ણાદિ સહિત છે અને ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો વર્ણાદિ રહિત છે. સUUUUવજ્ઞાછું - અન્યોન્ય સંબદ્ધ- પરસ્પર ગાઢ સંબંધથી જોડાવું. અસંખ્ય દ્વીપ સમુદ્રોનું અત્યંત સામીપ્ય છે. નીચેની ભૂમિથી જોડાયેલા છે. અણમvપુદા – અન્યોન્ય સ્પષ્ટ, પરસ્પર સ્પર્શીને રહેવું. અસંખ્ય દ્વીપ સમુદ્રો ક્રમશઃ સ્પર્શીને રહેલા છે. પોતાની સીમાના ચરમાંત પ્રદેશને સ્પર્શેલા છે. અUTUળમમરપાઇ :- સમભર ઘટની જેમ. ઘડામાં ભરેલું પાણી ઘડાના સર્વ દેશમાં વ્યાપેલું હોય છે અથવા સંપૂર્ણ રૂપે ભરેલું હોય છે. તે જ રીતે જીવ અને પુદ્ગલ દ્રવ્ય પણ આ દ્વીપ સમુદ્રોમાં સંપૂર્ણ રૂપે ભરેલા છે.