________________
આ પવિત્ર પળે ગચ્છશિરોમણી પૂજ્યપાદ શ્રી જયંતિમુનિ મ. સા. તથા વાણીભૂષણ ગિરીશ મુનિ મ.સા.ના પાવન ચરણોમાં ભાવવંદન કરું છું.
આ આયોજનના પાયાના પથ્થર સમ, આગમ ભેખધારી પૂ. ત્રિલોકમુનિ મ.સા. પોતાની તીક્ષ્ણ પ્રજ્ઞાથી આ આગમનું સંશોધન કર્યું છે. યુવાસંત પૂ. નમ્રમુનિ મ.સા. તેમાં આવશ્યક સૂચનો કર્યા છે.
મારા અનંત ઉપકારી ગુરુણીદેવા પૂજ્યા પૂ. મુકતાબાઈ મ. એ અપાર વાત્સલ્ય વહાવી મારા કાર્યને વધાવ્યું છે.
જેને જિનવાણી પ્રતિ અતૂટ શ્રદ્ધા અને ગુરુવર્યો પ્રતિ અનન્ય ભક્તિભાવ છે, જેના તનમાં, મનમાં અને રોમેરોમમાં અનંત ઉપકારી પૂજ્ય શ્રી પ્રાણલાલજી મ.સા.ના નામથી પ્રારંભાયેલુ કાર્ય શીઘ્રતયા પૂર્ણ કરવાની એક જ લગન છે, કાર્યની પૂર્ણતા માટે કેટલાય કઠિનતમ નિયમો સહ જેઓ શ્રુત સેવામાં સમર્પિત થઈ ગયા છે, તેટલું જ નહીં તેઓશ્રીનો અમારા પર પડતો કૃપા પૂર્ણ દૃષ્ટિપાત અમારી ઉર્જાને પણ જાગૃત કરે છે, શક્તિને પુષ્ટ બનાવે છે અને કાર્ય કરવા માટે પ્રેરક બને છે, તેવા મુખ્ય સંપાદિકા મમ જીવન નૈયાના સુકાની, ગુરુગ્ણીમૈયા પૂ. લીલમબાઈ મ.એ મારા લેખનનું શુદ્ધિકરણ કર્યું છે.
આ મહાકાર્યના ઉદ્ભવિકા અમારા વડીલ ગુરુભગની પૂ. ઉષાબાઈ મ., તેમજ મમ સંયમી જીવનના સહયોગિની ગુરુભગિની પૂ. વીરમતિબાઈ મ. આદિ સર્વ ઉપકારીઓ પ્રતિ હું કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરું છું. મમ સહચારિણી સાધ્વી સુબોધિકાએ પોતાની આગવી સૂઝ-બૂઝથી સહ સંપાદનની ફરજ અદા કરી છે. અમ ગુરુકુલવાસી પૂ. બિંદુબાઈ મ. પૂ. પ્રબોધિકાબાઈ મ. આદિ સર્વ સતીજીઓ મારી સફળતાના સહયોગી છે.
પૂ. ગુરુપ્રાણ ફાઉન્ડેશનના પ્રમુખ અને સક્રિય કાર્યકર્તા શ્રીયુત ચંદ્રકાંતભાઈ શેઠ વગેરે આ વિરાટ કાર્યને વેગવતું બનાવવા પુરુષાર્થ કરી શ્રુતસેવાનો અનોખો લાભ લઈ રહ્યા છે. ભાઈશ્રી નેહલે આગમને મુદ્રિત કરીને, સ્વાધ્યાયપ્રેમી શ્રી મુકુંદભાઈ તથા મણીભાઈએ પ્રુફ સંશોધન કરીને તથા ધીરૂભાઈએ સહકાર આપીને જિનવાણીને વધાવી છે.
58