________________
કૃત સંસ્કૃત ટીકા, શ્રી બેચરદાસજી કૃત ભગવતી સૂત્ર, સેલાના–ભગવતી સૂત્ર, યુવાચાર્ય શ્રી મધુકરમુનિ કૃત ભગવતી સૂત્ર, પૂ. ઘાસીલાલજી મ.સા. કૃત ભગવતી સૂત્ર, આગમ દિવાકર પૂ. જનક મુનિ મ. સા. લેખિત ભગવતી ઉપક્રમ, આગમ મનીષી પૂ. તિલોક મુનિ મ.સા. લેખિત જૈનાગમ નવનીત ભાગ-૭ને આધારભૂત બનાવ્યા છે. આભાર દર્શન – આ ઉમદાકાર્યના ઉદ્ભવનું પ્રબળ નિમિત્ત પ્રાતઃ સ્મરણીય ઉપકારી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. નું જન્મ શતાબ્દી વર્ષ છે.
જેમની ઉજ્જવળ પરંપરા રૂપ જિન શાસનમાં સ્થાન પામ્યા, આગમનું જ્ઞાન પામ્યા, જીવન જીવવાનું વિજ્ઞાન પામ્યા, તેવા અનંત ઉપકારી ગુસ્વર્યોની ઉપકાર સ્મૃતિ નિમિત્તે અનાદિની અરતિને દૂર કરી, અખંડ રતિ-આનંદને પ્રાપ્ત કરવા આ વિશાળ આયોજનનું નિર્માણ થયું છે. આ આયોજનને પૂર્ણ કરવા મુખ્યતયા પૂ. મુક્ત-લીલમ ગુક્ષ્મી સહ તેમના પરિવારના સાધ્વીજીઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે.
આજે ગુરુ પ્રાણ આગમ બત્રીસીનું ૧૯મું પુષ્પ પ્રકાશિત થઈ રહ્યું છે. આ પાવન પ્રસંગે સહુ પ્રથમ આગમ સોત સમ ચરમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામી, સૂત્ર સંકલન કર્તા શ્રી સુધર્માસ્વામી, આગમલિપિબદ્ધ કર્તા પૂર્વધર શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણને હૃદય પટ પર સ્થાપિત કરી શ્રદ્ધાપૂર્વકનતમસ્તકે વંદન કરું છું. જેણે આગમ સાહિત્યને પ્રવાહિત કર્યું, તેવા આચાર્ય ભગવંતો તથા મમ શ્રદ્ધામૂર્તિ પૂ. જય-માણેક–પ્રાણ-ગુસ્વર પ્રતિ શ્રદ્ધાભાવ પ્રગટ કરું છું.
તેમ જ અનંત ઉપકારી પૂ. તપસ્વી ગુરુદેવ! શ્રી ભગવતી સૂત્રના પ્રકાશન સમયે આપ સ્મૃતિ પટ પર પધારો છો, આપના પાવન સાંનિધ્યમાં આપે બે બે વાર શ્રી ભગવતી સૂત્રની વાચના કરાવી અને તે જ આગમ અનુવાદનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. પારદષ્ટા એવા આપે ભાવિના ભાવને જાણીને જ કદાચ આ પ્રકારનું આયોજન કર્યું હોય તેમ વર્તમાન પ્રતીત થાય છે. આ વિશાળકાય ગ્રંથનું આલેખન તે મારી બુદ્ધિ અને શક્તિની બહારની વાત છે, તેમ છતાં તે કાર્ય સહજ, સરળ, સરસ રીતે નિર્વિને પૂર્ણ થયું છે, તે આપની જ કૃપાનું અનન્ય પરિણામ છે.
|
57