________________
પ્રેરક બને છે.
આ રીતે ભગવતી સૂત્ર ભાગ-૩ એકંદરે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની વિશુદ્ધિમાં સહાયક બને છે.
પ્રસ્તુત સંસ્કરણ :ભગવતી સૂત્રના અનેક સંસ્કરણ ઉપલબ્ધ હોવા છતાં ગુજરાતી ભાષીઓને લક્ષમાં લઈને ન અતિ વિસ્તૃત, ન અતિ સંક્ષિપ્ત, તેવા વિવેચન સહ પ્રસ્તુત સંસ્કરણ તૈયાર થયું છે. જેમાં મૂળપાઠ, કઠિન શબ્દાર્થ, ભાવાર્થ, વિષયાનુસાર શીર્ષકો, વિષયાનુસાર વિવેચન આપ્યું છે. વિષયબોધની સુગમતા, કઠિન વિષયોની સરળતા અને સ્પષ્ટતા માટે આવશ્યક્તાનુસાર ચાર્ટ તૈયાર કર્યા છે. જે સ્વાધ્યાયીઓ માટે અત્યંત ઉપયોગી છે. કથાનકોના પ્રારંભમાં તે કથાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. જેથી વાચકો કથાના સારભાગને શીઘ્ર પ્રાપ્ત કરી શકે છે.
આ રીતે અનેક પ્રકારે આ વિશાળકાય સૂત્રરાજના વિષયને મારા ક્ષયોપશમ અનુસાર સરળ અને સ્પષ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જે જનજનના તત્ત્વબોધનું કારણ અને આચાર વિશુદ્ધિનું પ્રેરક બની શકશે તે નિર્વિવાદ છે.
શ્રી ભગવતીસૂત્રની વિશાળતાને લક્ષમાં લઈને તેનું પાંચ ભાગમાં વિભાજન કર્યું છે. જેમાં ભાગ–૧માં શતક ૧ થી ૪, ભાગ–ર માં શતક ૫ થી ૭, ભાગ–૩માં શતક–૮ થી ૧૨, ભાગ–૪માં શતક–૧૩ થી ૨૩, ભાગ–૫માં શતક–૨૪ થી ૪૧નો સમાવેશ કર્યો છે. શ્રુત પરંપરાને અક્ષુણ્ણ બનાવવાના પૂર્વાચાર્યોના પ્રકૃષ્ટ પ્રત્યનોમાં પ્રસ્તુત સંસ્કરણ નક્કર કડીનું કામ કરી રહ્યું છે.
પ્રસ્તુત સંસ્કરણમાં આધારભૂત ગ્રંથો :
પ્રસ્તુત સંસ્કરણમાં મૂળપાઠમાં સૈલાના દ્વારા પ્રકાશિત શ્રી ભગવતી સૂત્રને આધારભૂત તરીકે સ્વીકાર્યું છે. તેમ જ અનેક સ્થાને યુવાચાર્ય મહાપ્રજ્ઞજી કૃત શ્રી ભગવતી સૂત્ર અંગ સુત્તાણિ ખંડ–ર તથા 'મહાવીર જૈન વિદ્યાલયના ભગવતી સૂત્ર'ના આધારે પાઠનું સંશોધન કર્યું છે. ભાવાર્થ અને વિવેચનમાં નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ
56