________________
અપેક્ષાએ ૨૬ ભંગનું નિરૂપણ છે, તે ઉપરાંત અનેક વિષયોમાં અસંયોગી, દ્વિસંયોગી, ત્રિસંયોગી આદિ ભંગોનું પ્રતિપાદન છે.
આ રીતે શાસ્ત્રકારે વિશિષ્ટ પ્રકારના ગણિતાનુયોગના માધ્યમથી સાધકોને સ્વાધ્યાયમાં સ્થિર કર્યા છે.
તે ઉપરાંત કેટલાક કથાનકો છે જે તત્ત્વજ્ઞાનને જ સમજાવે છે. યથા— ઋષભદત્ત અને દેવાનંદાનું કથાનક કર્મ સિદ્ધાંતનો બોધ કરાવે છે. જમાલીનુંવિસ્તૃત જીવન મુખ્યતયા ભગવતી સૂત્રના આધારભૂત 'કડમાણે કડે' ના સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે. સુદર્શન શ્રેષ્ઠીનું જીવનચરિત્ર ચાર પ્રકારના કાલના સ્વરૂપનો બોધ કરાવે છે. શિવરાજર્ષિના વિભંગજ્ઞાનનો પ્રસંગ અસંખ્ય દ્વીપ-સમુદ્રાત્મક તિરછાલોકના આકાર અને પ્રકારને સમજાવે છે; પુદ્ગલ પરિવ્રાજક તથા ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસક વગેરેના જીવન પ્રસંગો દેવ અને દેવલોકની સ્થિતિને સ્પષ્ટ કરે છે. શંખ-પુષ્કલી આદિ શ્રાવકોનો વાર્તાલાપ પૌષધવ્રતની આરાધનાને તેમજ જયંતિ શ્રાવિકાના પ્રશ્નો જીવન સફળ બનાવવાની ઉત્તમ પદ્ધતિ પ્રદર્શિત કરે છે. આ રીતે ઉપરોક્ત કથાનક વાચકોને અત્યંત હળવાશપૂર્વક સમ્યજ્ઞાન સહ આચારશુદ્ધિ માટે સહાયક બને છે.
જૈન સિદ્ધાંતના હાર્દ સમ અનેકાંતવાદના સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ પ્રસ્તુત ભાગ–૩ ની મૌલિકતા છે. પ્રત્યેક પદાર્થ અનંત ધર્માત્મક છે, અનેક દૃષ્ટિકોણથી તેનું અવલોકન કરીએ ત્યારે જ તેનું યથાર્થ દર્શન થાય છે. શાસ્ત્રકારે તેના વિવિધ વિકલ્પો દર્શાવ્યા છે. આ જગતના જડ કે ચૈતન્ય કોઈ પણ પદાર્થ સ્વરૂપની અપેક્ષાએ સત્, પરની અપેક્ષાએ અસત્, સ્વ-પર ઉભય અપેક્ષાએ અવક્તવ્ય છે. આ રીતે પદાર્થમાં અપેક્ષા ભેદથી વિવિધ ગુણધર્મો રહી શકે છે.
જીવના જન્મ-મરણની અનંતતા, સંબંધોની અનંતતા જેવા કેટલાક વિષયો સાધકના સંવેગ અને નિર્વેદ ભાવને દઢ બનાવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના, તેનો પરસ્પર સંબંધ અને તેનું પરિણામ વગેરે વિષયોનો બોધ સાધકોના પુરુષાર્થને માટે
55