________________
અનુવાદિકાની કલમે
- ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. શ્રી ભગવતી સૂત્ર ભાગ-૩ માં શતક-૮ થી ૧રનો સમાવેશ કર્યો છે. આ પાંચ શતકમાં દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કથાનુયોગ અને ગણિતાનુયોગ સમાવિષ્ટ થવા છતાં ગણિતાનુયોગનું પ્રાધાન્ય છે.
સ્વાધ્યાય દ્વારા સાધક અંતર્મુખ બને અને અંતર્મુખ બનેલો સાધક આત્મા સાથે યોગ અનુસંધાન કરે તે જ ચારે અનુયોગનું પ્રયોજન છે. કોઈપણ વિષય જ્યારે અનેક ભેદ-પ્રભેદ સહિત, અનેક વિકલ્પોથી સમજવાનો પુરુષાર્થ થાય ત્યારે સાધકની પ્રજ્ઞા તીક્ષ્ણ બને છે, ચંચળ ચિત્તવૃત્તિ સ્થિર બને છે, પ્રજ્ઞાની તીણતા અને ચિત્તવૃત્તિની સ્થિરતા સાધકને અધ્યાત્મ સાધનામાં અત્યંત સહાયક બને છે. આવા જ વિશાળ અને ઉમદા દૃષ્ટિકોણથી શાસ્ત્રકારોએ ગણિતાનુયોગને પ્રાધાન્ય આપ્યું છે.
પ્રત્યેક વિષયનું અનેક ભેદ-પ્રભેદ સહિત કથન કરવું તે જ પ્રસ્તુત શતકોની વિશેષતા છે.
પ્રયોગ પરિણત, વિસસા પરિણત, મિશ્ર પરિણત પુદ્ગલોના ભેદ-પ્રભેદ, પ્રયોગબંધ, વિસસા બંધના વિવિધ ભેદ-પ્રભેદ, દ્ધિપ્રદેશી ઢંધથી અનંતપ્રદેશી સ્કંધ વિભાગના સેંકડો વિકલ્પો, પુદ્ગલની અનંતતાનું દર્શન કરાવે છે.
શ્રાવક વ્રતના ૪૯ ભંગ જિનશાસનની વિશાળતાનું સચોટ દષ્ટાંત છે. જીવની વિવિધ અવસ્થા રૂપ ૧રર બોલમાં જ્ઞાન-અજ્ઞાનનું નિરૂપણ કર્મયુક્ત અનંત જીવોની વિવિધતાનો બોધ કરાવે છે.
ગાંગેય અણગારના ચાર પ્રવેશક સંબંધિત હજારો ભંગ સંસારી અનંત જીવોની વિવિધ સ્થિતિને પ્રદર્શિત કરે છે. તેમજ સૂત્રકારે ઐર્યાપથિક અને સાંપરાયિક બંધનું ત્રિકાલની અપેક્ષાએ આઠ ભંગથી કથન કર્યું છે. તેના બંધક જીવોમાં ત્રણે વેદની
54