________________
૫૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
पक्खित्ता अग्गि उज्जालेइ, उज्जालेत्ता अग्गिस्स दाहिणे पासे सत्तंगाई સમાવજે. નહીં
सकहं वक्कलं ठाणं, सिज्जा भंडं कमंडलुं । दंडदारुं तहअप्पाणं, अहेताइं समादहे ॥
महुणा य घएण य तंदुलेहि य अग्गि हुणइ, अग्गि हुणित्ता चरुं साहेइ, चरुं साहेत्ता बलिं वइस्सदेवं करेइ, करेत्ता अतिहिपूयं करेइ, करेत्ता तओ पच्छा अप्पणा आहारमाहारेइ । શબ્દાર્થ-વાતિવસ્થાપત્યે વલ્કલના વસ્ત્ર પહેર્યા, ૩૯પકુટીર,વિહિપસંવાદ્ય વાંસનું બનેલું પાત્ર વિશેષ-છાબડી અને કાવડ પોટ્ટ= પ્રોક્ષણ-પૂજન કર્યું પ્રસ્થાને પરલોક સાધના માર્ગમાં, લ્વિયં પ્રસ્થિત–પ્રવૃત્ત, = મૂલ સહિત દર્ભ-લાભનો, સિહોર સમિધની લાકડી, પત્તાનો વૃક્ષની શાખા પરથી નમેલા પત્રો, વહિં વ = વેદિકાને સાફ કરી, ૩વનેવન- સમmi = ગોબર આદિથી લીંપ્યુ તથા જલથી સંમાર્જન કર્યું મતદાર = કળશમાં દર્ભ નાંખીને હાથમાં લીધેલા,
દે= અવગાહન કર્યુ દેવપિન્ને = દેવતા અને પિતૃઓને જલાંજલિ સિંચનનું કાર્ય કર્યું, સરળ કfબ મ = મંથન કાષ્ઠથી અરણીની લાકડીને ઘસી, સદં = ઉપકરણ વિશેષ, વાળ = જ્યોતિસ્થાન, દીપ, સેન્ગામડું - શય્યાના ઉપકરણ, કંડલાર = લાકડાનો દંડ, વઢ લાદે = બલિદ્રવ્યના પાત્રમાં બલિદ્રવ્યને પકડ્યું નતિ વસવે રે = બલિદ્રવ્યથી અગ્નિદેવતાની પૂજા કરી. ભાવાર્થ:- ત્યારપછી પ્રથમ છટ્ટના પારણાના દિવસે શિવરાજર્ષિ આતાપના ભૂમિમાંથી નીચે ઉતર્યા. નીચે ઉતરીને, વલ્કલના વસ્ત્ર પહેર્યા અને પોતાની ઝૂંપડીમાં આવ્યા. ત્યાં આવીને છાબડી અને કાવડા હાથમાં ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને પૂર્વદિશાની પૂજા કરીને બોલ્યા- "હે પૂર્વ દિશાના અધિપતિ સોમ મહારાજા ! ધર્મ સાધનામાં પ્રવૃત્ત થયેલા આ શિવરાજર્ષિનું રક્ષણ કરો અને પૂર્વ દિશામાં રહેલા કંદ, મૂળ, છાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, લીલી વનસ્પતિને ગ્રહણ કરવાની આજ્ઞા આપો." આ પ્રમાણે કહીને તે પૂર્વ દિશા તરફ ગયા. પૂર્વ દિશા તરફ જઈને તે દિશામાં રહેલા મૂળ, કંદ આદિ લીલી વનસ્પતિ પર્વતના જે પદાર્થો મળ્યા તેને ગ્રહણ કરીને વાંસના પાત્રમાં ભર્યા. ત્યારપછી દર્ભ, કુશ અને સમિધ-હવન યોગ્ય કાષ્ઠને ગ્રહણ કર્યા. વૃક્ષની શાખા પરથી નમેલા પાન તોડ્યા. આ સર્વ સામગ્રી ગ્રહણ કરીને, તે પોતાની ઝૂંપડીમાં પાછા આવ્યા. ત્યાં આવીને કાવડ અને વાંસનું પાત્ર નીચે મૂક્યું. ત્યારપછી તેણે વેદિકાનું પ્રમાર્જન કર્યું. તેને લીંપીને શુદ્ધ કરી. વેદિકાને લીંપીને, હાથમાં દર્ભયુક્ત કળશ ગ્રહણ કરીને, ગંગા મહાનદી તરફ પ્રયાણ કર્યું. ત્યાં પહોંચીને તે ગંગામહાનદીના પ્રવાહમાં ઉતર્યા. ઉતરીને તેમાં ડૂબકી મારી. થોડીવાર જલક્રીડા કરી. ત્યારપછી પોતાના મસ્તક પર જ્યાભિષેક કર્યો અને આચમન કર્યું. આ રીતે પરમ પવિત્ર થયા. ત્યારપછી દેવ અને પિતૃઓને જલાંજલિ અર્પણ કરી. દર્ભયુક્ત કળશ હાથમાં લઈને, તે ગંગામહાનદીમાંથી બહાર નીકળ્યા. નીકળીને પોતાની ઝૂંપડીમાં પાછા ફર્યા. ત્યાં આવીને