________________
શતક—૧૧: ઉદ્દેશક-૧
આહાર, સ્થિતિ આદિ છ દ્વાર :
| ३५ ते णं भंते ! जीवा किमाहारमाहरेंति ?
गोयमा ! दव्वओ अणतपएसियाइं दव्वाइं, खेत्तओ असंखेज्जपएसोगाढाइं, कालओ अण्णयरं कालठियाई, भावओ वणमंताई गंधमंताई रसमंताई फासमंताई एवं जहा आहारुद्देसए वणस्सइकाइयाणं आहारो तहेव जाव सव्वप्पणयाए आहारमाहारेंति, णवरं णियमा छद्दिसिं; सेसं तं चेव ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે ઉત્પલનો જીવ કયા પદાર્થનો આહાર કરે છે ?
-
૫૪૯
ઉત્તર– હે ગૌતમ ! તે જીવ, દ્રવ્યથી અનંત પ્રદેશી દ્રવ્યોનો આહાર કરે છે, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોનો, કાલથી એક સમયથી અસંખ્યાત સમય સુધીની સ્થિતિવાળા પુદ્ગલોનો, ભાવથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના ૨૮મા પદના પ્રથમ આહારક ઉદ્દેશકમાં વનસ્પતિકાયિકોના આહારનું કથન કર્યું છે તે રીતે જાણવું યાવત્ તે સર્વાત્મના(સર્વ પ્રદેશોથી) આહાર કરે છે, ત્યાં સુધી કહેવું જોઈએ. વિશેષતા એ છે કે અહીં નિયમા છ દિશાના પુદ્ગલોનો આહાર કરે, શેષ સર્વ વર્ણન સમાન છે.
તે
३६ तेसि णं भंते ! जीवाणं केवइयं कालं ठिई पण्णत्ता । गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दस वाससहस्साइं ?
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે ઉત્પલના જીવની સ્થિતિ કેટલા કાલની છે ? ઉત્તર- હે ગૌતમ ! . જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની છે.
३७ तेसि णं भंते! जीवाणं कइ समुग्धाया पण्णत्ता ? गोयमा ! तओ समुग्धाया પળત્તા । તું બહા- વેવળાલમુ યા, સાયસમુ યાણ, મારખંતિયસમુ યાર્ ।
ભાવાર્થ = - પ્રશ્ન– હે ભગવન્ ! તે ઉત્પલ જીવોને કેટલા સમુદ્દાત હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! તેને ત્રણ સમુદ્દાત હોય છે, યથા– વેદના સમુદ્દાત, કષાય સમુદ્દાત અને મારણાન્તિક સમુદ્દાત.
३८ ते णं भंते! जीवा मारणंतियसमुग्धाएणं किं समोहया मरंति, असमोहया મતિ ? શૌયમા ! સમોહયા વિ મતિ, અસમોહયા વિ મતિ ।
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! તે ઉત્પલનો જીવ મારણાન્તિક સમુદ્દાત દ્વારા સમવહત થઈને મરે છે કે અસમવહત થઈને મરે છે ? ઉત્તર- હે ગૌતમ ! તે સમવહત થઈને પણ મરે છે અને અસમવહત થઈને પણ મરે છે.