________________
[ ૫૫૦]
શ્રી ભગવતી સૂત્ર-૩
३९ ते णं भंते ! जीवा अणंतरं उव्वट्टित्ता कहिं गच्छति, कहिं उववज्जति ? किं णेरइएसु उववजंति, तिरिक्खजोणिएसु उववज्जंति, पुच्छा ?
गोयमा ! जहा वक्कंतीए उव्वट्टणाए वणस्सइकाइयाणं तहा भाणियव्वं ।
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલના જીવ મરીને તુરંત ક્યાં જાય છે અને ક્યાં ઉત્પન્ન થાય છે? શું નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે, તિર્યચોમાં, મનુષ્યોમાં કે દેવોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદના ઉદ્વર્તના પ્રકરણમાં વનસ્પતિકાયિક જીવોના વર્ણનાનુસાર અહીં પણ કથન કરવું જોઈએ. ४० अह भंते ! सव्वे पाणा सव्वे भूया सव्वे जीवा सव्वे सत्ता उप्पलमूलत्ताए उप्पलक दत्ताए उप्पलणालत्ताए उप्पलपत्तत्ताए उप्पलके सरत्ताए उप्पलकण्णियत्ताए उप्पलथिभुगत्ताए उववण्णपुव्वा ?
हंता, गोयमा ! असई अदुवा अणंतखुत्तो ॥ सेवं भंते ! सेवं भंते ! ॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સર્વ પ્રાણ, સર્વ ભૂત, સર્વ જીવ અને સર્વ સત્ત્વ ઉત્પલના મુલપણે, કંદપણે, નાલપણે, પત્રપણે, કેસરપણે, કર્ણિકાપણે અને થિભુગ-પત્રના ઉત્પત્તિ સ્થાનપણે પહેલા ઉત્પન્ન થયા છે?
ઉત્તર-હા, ગૌતમ! સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ અનેક વાર અથવા અનંતવાર પૂર્વોક્તરૂપે ઉત્પન્ન થયા છે. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૦થી૩૩ દ્વારની પ્રરૂપણા કરી છે.
આહાર દ્વાર - પૃથ્વીકાયિકાદિમાં સૂક્ષ્મ જીવો નિષ્ફટો [લોકના અંતિમ કોણમાં ઉત્પન્ન થઈ શકે છે, તેથી તે કદાચિત્ ત્રણ, ચાર, પાંચ દિશાનો આહાર ગ્રહણ કરે છે અને નિર્વાઘાત આશ્રયી છ દિશાનો આહાર ગ્રહણ કરે છે પરંતુ ઉત્પલના જીવ બાદર હોવાથી તે નિષ્ફટોમાં ઉત્પન્ન થતા નથી, તેથી તે નિયમો છ દિશાનો આહાર ગ્રહણ કરે છે.
ઉકર્તન - તે જીવ મરીને મનુષ્ય કે તિર્યંચગતિમાં જાય છે. દેવ કે નરકગતિમાં ઉત્પન્ન થતા નથી, શેષ દ્વાર સ્પષ્ટ છે.