________________
૫૪૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
सेवेज्जा, एवइयं कालं गइरागई करेज्जा । एवं मणुस्सेण वि समं जाव एवइयं कालं गइरागई करेज्जा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલનો જીવ, પંચેન્દ્રિયતિર્યંચમાં જઈને પુનઃ ઉત્પલપણે ઉત્પન્ન થાય, આ રીતે ભ્રમણ કરે તો કેટલો કાલ રહે છે? કેટલો કાલ ગમનાગમન કરે છે?
ઉત્તર- હે ગૌતમ! ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે અને કાલની અપેક્ષાએ જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડપૂર્વ વર્ષ સુધી રહે છે અને તેટલો કાલ ગમનાગમન કરે છે. એ પ્રમાણે મનુષ્યના વિષયમાં પણ જાણવું જોઈએ યાવત્ તેટલો કાળ ગમનાગમન કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૬-૨૭ દ્વારનું વર્ણન છે, તેમાં ઉત્પલના જીવની કાયસ્થિતિ અને કાય સંવેધનું કથન કર્યું છે.
પ્રસ્તુતમાં સૂત્રકારે પ્રથમ સૂત્રથી કાયસ્થિતિનું કથન કર્યું છે. ઉત્પલનો જીવ મરીને પુનઃ પુનઃ ઉત્પલપણે ઉત્પન્ન થાય તે કાલમર્યાદાને કાયસ્થિતિ અથવા તે બંધ પરંપરાને અનુબંધ કહે છે. ઉત્પલની કાયસ્થિતિ અસંખ્યાતકાલની છે. વ્યાખ્યાકારે અહીં અનુબંધ શબ્દથી દ્વારનું સૂચન કરે છે. આયુષ્ય અનુસાર ગતિ, સ્થિતિ આદિ છ બોલનો બંધ થાય તેને અનુબંધ કહે છે. (શતક-૨૪) કાયસધ:- ઉત્પલનો જીવ પૃથ્વીકાયાદિ અન્ય કાર્યમાં ઉત્પન્ન થઈને, પુનઃ ઉત્પલ પણે ઉત્પન્ન થાય તે બંને સ્થાનમાં વ્યતીત થતાં કાલને કાયસંવેધ કહે છે. તેના ભવાદેશ અને કાલાદેશ બે પ્રકાર છે. ઉત્પલનો જીવ ભવની અપેક્ષાએ કેટલા ભવ કરે છે અને કાલની અપેક્ષાએ કેટલો કાલ ગમનાગમન કરે છે ? ઉત્પલનો જીવ પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુમાં જન્મ ધારણ કરી પુનઃ ઉત્પલ તરીકે જન્મ ધારણ કરે તો બંને સ્થાનના મળીને જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ અને અસંખ્યાત કાલ વ્યતીત કરે છે અને જો તે વનસ્પતિમાં જાય તો બંને સ્થાનના મળીને ઉત્કૃષ્ટ અનંતભવ અને અનંતકાલ કરે છે. ત્રણ વિકલેન્દ્રિયમાં જાય તો બંને સ્થાનના મળીને ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ અને સંખ્યાતો કાલ; તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં જાય તો ઉત્કૃષ્ટ સાત-આઠ ભવ અને અનેક કોડ પૂર્વ વર્ષ વ્યતીત કરે છે. યથા- તે ઉત્પલનો જીવ મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિયના ચાર ભવ અને ચાર ભવ ઉત્પલના આ રીતે આઠ ભવ કરે છે. તેમાં મનુષ્ય કે તિર્યંચનો ભવ કરે ત્યારે ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વનું આયુષ્ય પ્રાપ્ત કરી શકે છે. ઉત્પલનો જીવ મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં તેનાથી અધિક સ્થિતિ અર્થાત્ યુગલિકપણે જન્મ ધારણ કરી શકતા નથી. તેથી ચાર ભવની સ્થિતિ ચાર પૂર્વકોટિ વર્ષ થાય અને ઉત્પલના ભવનું ઉત્કૃષ્ટ ૧૦,000 વર્ષનું આયુષ્ય તેની અધિક સ્થિતિમાં જાણવું. આ રીતે ઉત્પલના ચાર ભવની સ્થિતિ ૪૦,000 વર્ષ અને મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયના ચાર ભવની સ્થિતિ ચાર પૂર્વક્રોડ વર્ષની થાય. બંને મળીને ચાર ક્રોડપૂર્વ અધિક૪૦,000વર્ષની સ્થિતિ થાય છે. તેથી સુત્રકારે ભવાદેશાની અપેક્ષાએ આઠ ભવ અને કાલાદેશની અપેક્ષાએ અનેક ક્રોડપૂર્વ વર્ષનું કથન કર્યું છે.
આ રીતે પ્રત્યેક સ્થાનનું સ્પષ્ટીકરણ સમજી લેવું જોઈએ.