________________
[ ૫૪s |
શ્રી ભગવતી સૂત્ર-૩
તે ત્રણ વેદમાંથી કોઈપણ વેદનો બંધ કરી શકે છે. તે જીવો અસંશી અને એક સ્પર્શેન્દ્રિય યુક્ત હોય છે. નિષ્કર્ષ :- (૧) જીવને જે ભાવ સદાય વર્તતો હોય તેમાં એક અને અનેક જીવોની અપેક્ષાએ બે ભંગ થાય છે. (૨) જ્યાં ભિન્ન ભિન્ન બે વિકલ્પની સંભાવના હોય ત્યાં અસંયોગી અને દ્વિસંયોગી ભંગની અપેક્ષાએ આઠ ભંગ થાય છે. (૩) જ્યાં ત્રણ વિકલ્પની સંભાવના હોય ત્યાં અસંયોગી, દ્વિસંયોગી અને ત્રિસંયોગી ભંગની અપેક્ષાએ ૨૬ ભંગ થાય છે અને (૪) ચાર વિકલ્પની સંભાવના હોય ત્યાં ૮૦ ભંગ થાય છે.
આ રીતે વેદ, સંજ્ઞા, ઇન્દ્રિય દ્વારમાં બે ભંગ અને વેદ-બંધકમાં રદ્દ ભંગ થાય છે.
કાચાસ્થિતિ અને કાચ સંવેધ દ્વાર:| २९ से णं भंते ! उप्पलजीवे त्ति कालओ केवच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्ज कालं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલનો જીવ, ઉત્પલપણે કેટલો કાલ રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ સુધી રહે છે. ३० से णं भंते ! उप्पलजीवे पुढविजीवे, पुणरवि उप्पलजीवे त्ति केवइयं कालं सेवेज्जा; केवइयं कालं गइरागई करेज्जा?
गोयमा ! भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं असंखेज्जाई भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं असंखेज्ज कालं, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गइरागई करेज्जा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલનો જીવ, પૃથ્વીકાયમાં જાય અને પુનઃ ઉત્પલમાં આવે, આ રીતે ભવભ્રમણ કરે તો કેટલો કાલ રહે છે, કેટલો કાલ ગમનાગમન કરે છે?
ઉત્તરહે ગૌતમ! ભવાદેશ(ભવની અપેક્ષા)થી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ કરે છે. કાલાદેશની અપેક્ષાએ જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ સુધી રહે છે અને તેટલો કાલ ગમનાગમન કરે છે. ३१ से णं भंते ! उप्पलजीवे, आउजीवे पुणरवि उप्पलजीवे त्ति केवइयं कालं सेवेज्जा ? केवइयं कालं गइरागई करेज्जा ? गोयमा ! एवं चेव, एवं जहा पुढविजीवे भणिए तहा जाव वाउजीवे भाणियव्वे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલનો જીવ, અષ્કાયપણે ઉત્પન્ન થઈને, પુનઃ ઉત્પલમાં આવે; આ રીતે ભવભ્રમણ કરે તો કેટલો કાલ રહે છે? કેટલો કાલ ગમનાગમન કરે છે?