________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-૧
[૫૪૫]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૦ અને ૨૧મા દ્વારનું વર્ણન છે. ઉત્પલના જીવમાં ચાર સંજ્ઞા અને ચાર કષાય હોય છે. તેમાં ચાર સંજ્ઞા અને ચાર કષાયના ઉદયમાં ચાર-ચાર વિકલ્પની સંભાવના હોવાથી, અસંયોગી, દ્વિસંયોગી, ત્રિકસંયોગી અને ચતુષ્ક સંયોગી ભંગ થતાં ૮૦ ભંગ થાય છે. તે વેશ્યાના ૮૦ ભંગની જેમ સમજવા. વેદ, વેદ-બંધ, સંજ્ઞી, ઇન્દ્રિય દ્વાર :२५ ते णं भंते ! जीवा किं इत्थिवेयगा, पुरिसवेयगा, णपुंसगवेयगा? गोयमा! णो इत्थिवेयगा णो पुरिसवेयगा, णपुंसगवेयए वा णपुंसगवेयगा वा ।। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! તે ઉત્પલનો જીવ શું સ્ત્રીવેદી છે, પુરુષવેદી છે કે નપુંસકવેદી હોય છે? ઉત્તર-હે ગૌતમ! તે સ્ત્રીવેદી નથી, પુરુષવેદી પણ નથી. એક કે અનેક સર્વ જીવો નપુંસકવેદી જ હોય છે. २६ ते णं भंते! जीवा किं इत्थिवेयबंधगा, पुरिसवेयबंधगा णपुंसगवेयबंधगा ? गोयमा! इत्थिवेयबंधए वा पुरिसवेयबंधए वा णपुंसगवेयबंधए वा, एवं छव्वीसं भंगा। ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલના જીવ શું સ્ત્રીવેદના બંધક હોય છે? પુરુષવેદના બંધક હોય છે કે નપુંસકવેદના બંધક હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે સ્ત્રીવેદબંધક, પુરુષવેદબંધક અથવા નપુંસકવેદ બંધક હોય છે. અહીં ઉચ્છવાસ દ્વાર અનુસાર ૨૬ ભંગ કહેવા જોઈએ. (૨૭ તે i મતે ! નવા વિંદ સાળો, મસળો ? ગોયમાં ! નો સઘળી, असण्णीवा असण्णीणोवा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ઉત્પલના જીવ શું સંશી છે કે અસંશી? ઉત્તર- હે ગૌતમ! તે સંશી નથી પરંતુ એક અનેક સર્વ જીવો અસંજ્ઞી જ હોય છે. २८ ते णं भंते ! जीवा किं सइंदिया, अणिंदिया? गोयमा ! णो अणिदिया, सइदिए वा सइदिया वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલના જીવ શું સઇન્દ્રિય છે કે અનિન્દ્રિય? ઉત્તર- હે ગૌતમ! તે અનિષ્ક્રિય નથી પરંતુ એક કે અનેક સર્વ જીવો સઇન્દ્રિય જ હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં રરથીરપ, તે ચાર દ્વારોનું વર્ણન છે. ઉત્પલના જીવ નપુંસકવેદી જ હોય છે. પરંતુ