________________
૫૪૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
| २२ ते णं भंते ! जीवा किं सत्तविहबंधगा, अट्ठविहबंधगा? गोयमा !सत्तविहबंधए वा अट्ठविहबंधए वा । अट्ठ भगा।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! તે ઉત્પલનો જીવ સપ્તવિધબંધક છે કે અષ્ટવિધબંધક? ઉત્તર- હે ગૌતમ! તે જીવ સપ્તવિધબંધક છે અથવા અષ્ટવિધ બંધક છે. અહીં પૂર્વોક્ત આઠ ભંગ કહેવા જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૧૭થી૧૯ સુધી ત્રણ દ્વારનું કથન છે. જે સ્ત્રાર્થથી સ્પષ્ટ છે. વિરત.:- (૧) વિરત- હિંસાદિ પાંચે આશ્રવથી સર્વથા નિવૃત્ત થવું. (૨) વિરતાવિરત-પાંચે આશ્રવથી આંશિકરૂપે નિવૃત્ત થવું (૩) અવિરત- પાંચ આશ્રવથી નિવૃત્ત ન થવું.
ઉત્પલનો જીવ હિંસાદિનું સેવન કરતો દેખાતો નથી તેમ છતાં તેણે હિંસાદિ આશ્રવનો સમજણપૂર્વક ત્યાગ કર્યો ન હોવાથી તે જીવ અવિરત જ કહેવાય છે.
સકિય-અકિય દ્વાર - ક્રિયાનો અર્થ યોગ જન્ય પ્રવૃત્તિ છે. સમસ્ત સંસારી જીવ સક્રિય જ છે, મુક્ત જીવ જ અક્રિય હોય છે.
બંધક ધાર - આયુષ્ય કર્મનો બંધ થાય ત્યારે અષ્ટવિધ બંધક અને ન થાય ત્યારે તે જીવ સપ્તવિધ બંધક હોય છે. તેના પૂર્વવતુ આઠ ભંગ થાય છે.
સંજ્ઞા અને કષાય દ્વાર :२३ तेणं भंते ! जीवा किं आहारसण्णोवउत्ता, भयसण्णोवउत्ता मेहुणसण्णोवउत्ता, परिग्गहसण्णोवउत्ता ? गोयमा ! आहारसण्णोवउत्ता वा, एवं असीति भंगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલનો જીવ, આહારસંશાના ઉપયોગયુક્ત, ભયસંજ્ઞાના ઉપયોગયુક્ત, મૈથુનસંજ્ઞાના ઉપયોગયુક્ત અને પરિગ્રહસંજ્ઞાના ઉપયોગયુક્ત હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તે આહારસંજ્ઞાના ઉપયોગયુક્ત હોય છે, ઇત્યાદિ લેશ્યા દ્વારની સમાન ૮૦ ભંગ કહેવા જોઈએ. २४ ते णं भंते ! जीवा किं कोहकसायी, माणकसायी, मायाकसायी, लोभकसायी ?
गोयमा ! चत्तारि वि भयणाए असीति भंगा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલનો જીવ શું ક્રોધ કષાયી, માન કષાયી, માયા કષાયી કે લોભ કષાયી છે? ઉત્તર- હે ગૌતમ! ચારે ય કષાય ભજનાથી હોય છે તેથી તેમાં પણ ૮૦ ભંગ કહેવા જોઈએ.