________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-૧
૫૪૩
१९ ते णं भंते ! जीवा कि आहारगा, अणाहारगा ? गोयमा ! णो अणाहारगा, आहारए वा अणाहारए वा एवं अट्ठ भंगा।
ભાવાર્થ :– પ્રશ્ન- હે ભગવન્ ! તે ઉત્પલના જીવ આહારક છે કે અનાહારક છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે સર્વ અનાહારક નથી. કોઈ એક જીવ આહારક હોય છે અને કોઈ એક જીવ અનાહારક હોય છે, ઇત્યાદિ આઠ ભંગ કહેવા જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૧૪થી૧૬ ત્રણ દ્વારનું કથન છે.
વર્ણ, ગંધાદિ :– તે ઉત્પલ જીવનું ઔદારિક શરીર પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને અષ્ટસ્પર્શી છે. પ્રત્યેક જીવના શરીરમાં વદિ ૨૦ બોલ પ્રાપ્ત થતાં હોવાથી તેમાં અન્ય વિકલ્પની સંભાવના નથી. એક અથવા અનેક જીવોની અપેક્ષાએ બે ભંગ જ થાય છે.
ઉચ્છવાસક :– ઉત્પલની પર્યાપ્તાવસ્થામાં કોઈક જીવ ઉચ્છવાસક, કોઈક જીવ નિઃશ્વાસક હોય છે અને અપર્યાપ્તવસ્થામાં તે શ્વાસોચ્છવાસથી રહિત છે. આ રીતે તેમાં ત્રણ વિકલ્પની સંભાવના હોવાથી અસંયોગી, દ્વિસંયોગી અને ત્રિસંયોગી કુલ ૨૬ ભંગ થાય છે. જે ભાવાર્થથી સ્પષ્ટ છે.
આહારક-અનાહારક દ્વાર :- વિગ્રહગતિમાં જીવ અનાહારક હોય છે અને શેષ સમયોમાં આારક હોય છે, આ રીતે તેમાં બે વિકલ્પની સંભાવના હોવાથી આહારક અનાહારકના આઠ ભંગ થાય છે. જેમાં એક વચન અને બહુવચનની અપેક્ષાએ અસંયોગીના ચાર ભંગ અને દ્વિસંયોગીના ચાર ભંગ થાય છે. વિરત, ક્રિયા, બંધક દ્વાર ઃ
૨૦ તેખ મતે ! પીવા વિવિયા, અવિયા,વિદ્યાવિયા ? શૌયમા ! ખોવિયા, णो विरयाविरया, अविरए वा अविरया वा ।
ભાવાર્થ:
-
[ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે ઉત્પલનો જીવ શું વિરત છે, અવિરત છે કે વિરતાવિરત છે ? ઉત્તરહે ગૌતમ ! તે વિરત(સર્વ વિરત) નથી, વિરતાવિરત પણ નથી પરંતુ અવિરત છે. એક જીવ કે અનેક જીવ અવિરત જ હોય છે.
२१ ते णं भंते ! जीवा किं सकिरिया अकिरिया ? गोयमा ! णो अकिरिया, सकिरिए वा सकिरिया वा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે ઉત્પલનો જીવ સક્રિય છે કે અક્રિય ? ઉત્તર- હે ગૌતમ ! તે અક્રિય નથી, તે એક કે અનેક જીવ હોય તે સર્વે સક્રિય હોય છે.