________________
શતક–૧૧: ઉદ્દેશક-૧
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઉત્પલના જીવો સમ્યગ્દષ્ટિ છે, મિથ્યા દષ્ટિ છે કે સમ્યગ્મિથ્યાદષ્ટિ છે ? ઉત્તર- હે ગૌતમ ! તે સમ્યગ્દષ્ટિ નથી, સભ્યગ્મિથ્યાદષ્ટિ પણ નથી, માત્ર મિથ્યાદષ્ટિ હોય છે. તે એક અથવા અનેક, સર્વ જીવો મિથ્યાદષ્ટિ જ હોય છે.
૫૪૧
१४ ते णं भंते! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! णो णाणी, अण्णाणी वा अण्णाणिणो वा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે ઉત્પલના જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની નથી, પરંતુ એક અથવા સર્વ જીવો અજ્ઞાની છે.
૧ તે ખં તે! નીવા વિજ મળનોની, વયનોની, ગાયનોની ? નોયમા ! णो मणजोगी, णो वयजोगी, कायजोगी वा कायजोगिणो वा । ભાવાર્થ:- પ્રશ્ન—– હે ભગવન્ ! તે ઉત્પલના જીવો શું મનયોગી, વચનયોગી કે કાયયોગી છે ? ઉત્તરહે ગૌતમ ! તે ઉત્પલના જીવો મનયોગી નથી, વચનયોગી નથી પરંતુ એક છે અથવા સર્વ જીવો કાયયોગી છે. १६ ते णं भंते ! जीवा किं सागारोवउत्ता, अणागारोवउत्ता ? गोयमा ! सागारोवउत्ते वा, अणागारोवउत्ते वा अट्ठ भंगा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે ઉત્પલના જીવો શું સાકારોપયોગી(જ્ઞાનોપયોગી) છે કે અનાકારોપયોગી (દર્શનોપયોગી) છે ? ઉત્તર- હે ગૌતમ ! એક જીવ સાકારોપયોગી છે અથવા એક જીવ અનાકારોપયોગી છે, ઇત્યાદિ આઠ ભંગ કહેવા જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૧૦થી૧૩ દ્વારોનું વર્ણન છે. તે દૃષ્ટિ, જ્ઞાન, યોગ અને ઉપયોગદ્વારનો વિષય મૂળપાઠથી જ સ્પષ્ટ છે. ઉત્પલના જીવ એકાંત મિથ્યાત્વી અને અજ્ઞાની છે, તે એકેન્દ્રિય હોવાથી કેવળ કાયયોગી જ છે, સાકાર અને અનાકાર બંને ઉપયોગવાળા હોય છે. પરંતુ કોઈ પણ એક સમયે કોઈ જીવ સાકારોપયોગી હોય અથવા કોઈ જીવ અનાકારોપયોગી હોય, આ રીતે બંને વિકલ્પની સંભાવના હોવાથી પૂર્વવત્ આઠ ભંગ થાય છે.
વર્ણાદિ, ઉચ્છવાસ, આહારક દ્વાર :
१७ सिणं भंते! जीवाणं सरीरगा कइवण्णा, कइगंधा, कइरसा, कइफासा પળત્તા?
गोयमा ! पंचवण्णा पंचरसा दुगंधा अट्ठफासा पण्णत्ता । ते पुण अप्पणा अवण्णा अगंधा अरसा अफासा पण्णत्ता ।