________________
| પ૩૮ |
શ્રી ભગવતી સૂત્ર-૩
હોય છે અને કોઈક જીવ અશાતા વેદક હોય છે. તેમાં બંને વિકલ્પની સંભાવના હોવાથી એક અને અનેક જીવોની અપેક્ષાએ આઠ ભંગ થાય છે (૧) એક શાતાવેદક (૨) એક અશાતાવેદક (૩) અનેક શાતવેદક (૪) અનેક અશાતાવેદક. (૫) એક શાતાdદક અને એક અશાતાવેદક (૬) એક શાતવેદક અને અનેક અશાતાવેદક (૭) અનેક શાતાdદક અને એક અશાતાવેદક (૮) અનેક શાતા વેદક અને અનેક અશાતવેદક હોય છે.
આ રીતે વેદનીય કર્મમાં શાતા-અશાતા વેદનીયના વેદનની અપેક્ષાએ આઠ ભંગ થાય છે. ઉદય - ઉત્પલના એક કે અનેક જીવોને હંમેશાં આઠ કર્મોનો ઉદય હોય જ છે. તેમાં અન્ય વિકલ્પની સંભાવના નથી. તેથી તેનાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ બે ભંગ જ થાય છે. (૧) એક જીવને આઠ કર્મનો ઉદય (૨) અનેક જીવોને આઠ કર્મોનો ઉદય હોય છે. ઉદય અને વેદનમાં તફાવત - બંને પ્રક્રિયામાં કર્મોના વિપાકનો અનુભવ થાય છે. તેમ છતાં સૂત્રકારે બે શબ્દનો પ્રયોગ કરીને તેમાં કંઈક ભિન્નતા પ્રગટ કરી છે. અબાધાકાલ પૂર્ણ થતાં કર્મોનો ઉદય થાય છે અને ઉદયમાં આવેલા કર્મોવિપાકનુંવેદન કરાવે છે, અનુભવ કરાવે છે. આ રીતે બંને ક્રિયામાં કાર્ય કારણ ભાવ છે. ઉદીરક - ઉત્પલના એક કે અનેક જીવો આયુષ્ય અને વેદનીય કર્મને છોડીને શેષ છ કર્મોની ઉદીરણા પ્રતિસમય કરે છે. તેથી તેમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ બે ભંગ થાય છે. યથા– (૧) એક જીવ ઉદીરક (૨) અનેક જીવ ઉદીરક હોય છે. આયુષ્ય-વેદનીય ઉદીરક - આયુષ્ય અને વેદનીય કર્મની ઉદીરણા હંમેશાં થતી નથી. ક્યારેક થાય છે. તેથી તેમાં ઉદીરક અને અનુદીરક તે બંને વિકલ્પ સંભવે છે. તેમાં એક અને અનેક જીવોની અપેક્ષાએ આઠ ભંગ થાય છે. યથા(૧) એક જીવ આયુષ્યના ઉદીરક
(૨) એક જીવ આયુષ્યના અનુદીરક (૩) અનેક જીવ આયુષ્યના ઉદીરક
(૪) અનેક જીવ આયુષ્યના અનુદીરક (૫) એક જીવ ઉદીરક, એક જીવ અનુદીરક (૬) એક જીવ ઉદીરક, અનેક જીવ અનુદીરક (૭) અનેક જીવ ઉદીરક, એક જીવ અનુદીરક (૮) અનેક જીવ ઉદીરક, અનેક જીવ અનુદીરક
આ રીતે વેદનીય કર્મ ઉદીરક–અનુદીરક સંબંધિત આઠ ભંગ થાય છે.
તાત્પર્ય એ છે કે વેદ, ઉદય કે ઉદીરણાદિમાં જે ભાવો હંમેશાં વર્તતા હોય તેમાં એક અને અનેક જીવોની અપેક્ષાએ બે ભંગ અને જે ભાવો ક્યારેક વર્તતા હોય, ક્યારેક ન હોય, તેમાં એક અને અનેક જીવોની અપેક્ષાએ આઠ ભંગ થાય છે.
લેશ્યાહાર:१२ ते णं भंते ! जीवा किं कण्हलेसा णीललेसा काउलेसा तेउलेसा ?