________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-૧
| ૫૩૭ |
ઉત્તર- હે ગૌતમ! તે અનુદીરક નથી. એક જીવ હોય તો એક અને અનેક જીવ હોય તો અનેક જીવો ઉદીરક છે, આ રીતે અંતરાય કર્મ સુધી જાણવું જોઈએ. વિશેષતા એ છે કે વેદનીય કર્મ અને આયુષ્ય કર્મમાં પૂર્વોક્ત આઠ ભંગ કહેવા જોઈએ.(કારણ કે તેમાં ઉદીરક અનુદીરક બને હોય છે.) વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પથી- (૫) બંધ (૬) ઉદય (૭) ઉદીરણા અને (૮) વેદન, આ ચાર કારોથી ઉત્પલજીવના વિષયમાં નિરૂપણ છે.
એકેન્દ્રિય જીવોની ચેતના અત્યંત અલ્પવિકસિત છે. તે જીવોને એક સ્પર્શેન્દ્રિય જ હોય છે. તે જીવોને અન્ય ઇન્દ્રિય કે મન નથી. તેથી તેમાં સ્પર્શસિવાયના અન્ય વિષયને ગ્રહણ કરવાની કે સમજવાની, વિચારવાની આદિ કોઈ પણ શક્તિ હોતી નથી. તેમ છતાં તે જીવનમાં જ્ઞાનાવરણીયાદિ કર્મોનો બંધ, ઉદય, ઉદીરણા અને વેદના થાય છે. એક-અનેક જીવ બંધક - ઉત્પલના પ્રારંભમાં જ્યારે તેમાં એક જીવ હોય છે, ત્યારે તે એક જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મોનો બંધક હોય છે અને અનેક જીવો આવીને તેમાં ઉત્પન્ન થાય ત્યારે તે અનેક જીવો બંધક હોય છે. આયુષ્ય બંધક-અબંધક - આયુષ્ય કર્મનો બંધ જીવનમાં એક જ વાર થાય છે. તે સિવાયના કાલમાં તે જીવ આયુષ્ય કર્મના અબંધક હોય છે. તેથી આયુષ્યકર્મના બંધક, અબંધકની અપેક્ષાએ આઠ ભંગ થાય છે. જેમાં ચાર અસંયોગી અને ચાર દ્વિક સંયોગી ભંગ થાય છે.
યથા– (૧) એક બંધક- જ્યારે ઉત્પલમાં એક જીવ હોય અને તે આયુષ્ય કર્મનો બંધ કરતો હોય ત્યારે એક જીવ આયુષ્યનો બંધક હોય. (૨) એક અબંધક- જ્યારે તે એક જીવનો આયુષ્યનો અબંધકાલ હોય, ત્યારે એક જીવ આયુષ્યનો અબંધક હોય. (૩) અનેક બંધક- જ્યારે ઉત્પલમાં અનેક જીવો હોય અને તે અનેક જીવોમાંથી અનેક જીવો આયુષ્ય કર્મનો બંધ કરતા હોય ત્યારે અનેક જીવો આયુષ્યના બંધક હોય છે. (૪) અનેક અબંધક- તે અનેક જીવોના આયુષ્યનો અબંધકાલ હોય, ત્યારે અનેક જીવો આયુષ્યના અબંધક હોય છે. આ રીતે અસંયોગીના ચાર ભંગ થાય. બંધક અને અબંધકના સંયોગથી ક્રિકસંયોગી ચાર ભંગ બને છે. (૫) એક જીવ બંધક અને એક જીવ અબંધક હોય () એક જીવ બંધક અને અનેક જીવો અબંધક હોય (૭) અનેક જીવો બંધક અને એક જીવ અબંધક હોય. (૮) અનેક જીવો બંધક અને અનેક જીવો અબંધક હોય છે. આ રીતે આઠ ભંગ થાય છે.
વેદક:- ઉત્પલનો જીવ હંમેશાં આઠ કર્મોનું વેદન કરે જ છે. તેમાં અન્ય વિકલ્પની સંભાવના નથી. તેથી તેમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ બે ભંગ જ થાય છે. (૧) એકવેદક- જ્યારે ઉત્પલમાં એક જીવ હોય ત્યારે તે એક જીવ આઠ કર્મોનો વેદક હોય છે. (૨) અનેકવેદક- જ્યારે ઉત્પલમાં અનેક જીવો હોય ત્યારે તે અનેક જીવો આઠ કર્મોના વેદક હોય છે. શાતા-અશાતા વેદકઃ- સમુચ્ચય રીતે વેદનીય કર્મનો ઉદય દરેક જીવને હોવા છતાં કોઈક જીવ શાતવેદક